સુરતમાં કાતિલ કોરોનાએ 17નો ભોગ લીધોઃ નવા 287 કેસ, 322 દર્દીને રજા
મૃત્યુઆંક 397, કુલ કેસનો આંક 10,574ઃ અત્યાર સુધીમાં કુલ 6935 દર્દીઓને રજા અપાઇ ચુકી છે
24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં 352 કેસ અને 20ના મોત
સુરત તા.20.જુલાઇ.2020 સોમવાર
સુરત
શહેરમાં કોરોનામંા આજે એક સાથે 209 અને સુરત જીલ્લામાં 78મળી કુલ 287દર્દીઓ
ઝપેટમાં આવ્યા હતા. સુરત સિટીમાં દસ
દર્દી અને સુરત જીલ્લામાં સાતના સારવાર દરમિયાન મોત થયા છે. તો શહેરમાંથી વધુ 191 અને ગ્રામ્યમાંથી 126 મળીને કુલ
322 દર્દીઓને રજા અપાઇ હતી.
આરોગ્ય વિભાગ પાસેથી મળેલી વિગત મુજબ સગરામપુરામાં રહેતા 58 વર્ષીય પ્રોઢને ગત તા.13મીએ, ગોડાદરામાં રહેતા 70 વર્ષીય વૃધ્ધાને ગત તા.19મીએ, કતારગામમાં રહેતા 50 વર્ષીય આધેડને ગત તા.13મીએ , ઉધનાગામમાં રહેતા 58 વર્ષીય પ્રોઢને ગત તા.12મીએ, વેડ રોડ પર રહેતા 73 વર્ષીય વૃધ્ધને ગત તા.8મીએે, વરાછામાં રહેતા 80 વર્ષીય વૃધ્ધને ગત તા.4થીએ, મોટા વરાછામાં રહેતા 65 વર્ષીય વૃધ્ધને ગત તા.15મીએ,છાપરાભાઠામાં રહેતા65 વર્ષીય વૃધ્ધને ગત તા.15મીએ,બેગમપુરામાં રહેતા 85 વર્ષીય વૃધ્ધને ગત તા.13મીએ, ડીંડોલીમાં રહેતા 57 વર્ષીય પ્રોઢને ગત તા.15મીએ વિવિધ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
તમામ દર્દીઓના મોત થયાહતા. ગ્રામ્યમાં કામરેજના સીમાડામાં રહેતા 80 વર્ષીય વૃધ્ધ, ચોયાર્સીના દેવધમાં રહેતા 50 વર્ષીય પ્રોઢ, ઓલપાડના બરબોધનમાં રહેતા 70 વર્ષીય વૃધ્ધ, ઓલપાડના સાંધીયરમાં રહેતા 75 વર્ષીય, ચોર્યાસીના સરોલીમાં રહેતા 62 વર્ષીય વૃધ્ધ, પલસાણામાં કારેલીમાં રહેતા 52 વર્ષીય આધેડ અને કામરેજના દેલાડમાં રહેતા 63 વર્ષીય વૃધ્ધનું મોત નીપજ્યું હતું.
સુરત સિટીમાં કોરોનામાં આજ ે206 દર્દીઓમાં સૌથી વધુ રાંદેર 40, વરાછા એ 30, કતારગામના 26, વરાછા બી19, સેન્ટ્રલમાં 27, લિંબાયતમાં 14, ઉધનામાં 23 અને અઠવાના 30 દર્દીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કર્યા છે. સિટીમાં કેસનો આંક 8725 અને મૃત્યુઆંક 397, ગ્રામ્યમાં કેસનો આંકડો 1849 અને 65 મૃત્યુ થયા છે. સિટી-ગ્રામ્યમાં કુલ 10574 કેસ અને 462 મોત થયા છે. સિટીમાં આજે 196 અને ગ્રામ્યમાં 126 દર્દી મળી કુલ322 દર્દીને સાજા થતા રજા અપાઇ છે. સિટીમાં આજસુધી 5833 અને ગ્રામ્યમાં 1102 દર્દી મળી કુલ 6935 દર્દીઓ સાજા થઇને ઘરે ગયા છે.
સુરત સિવિલ અને સ્મીમેરમા કોરોના સંક્રમિતમા ૭૭૩ દર્દીઓ ગંભીર
સુરત
શહેરમાં અત્યાર સુધીમાં કોરોનામા ૩૮૭ વ્યક્તિઓના મોત નિપજ્યા છે.નવી સિવિલ અને કોવિડ
હોસ્પિટલમાં વોર્ડમાં આજ રોજ ૬૭૧ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. તે પૈકી
૬૪૭ દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૨૫ - વેન્ટિલેટર, ૫૧- બાઈપેપ અને ૫૭૧ દર્દીઓ
ઓક્સિજન પર છે.જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં આજ રોજ ૧૫૮ કોરોના પોઝિટિવ દર્દીઓ સારવાર
લઇ રહ્યા છે. તે પૈકી ૧૨૬- દર્દીઓની હાલત ગંભીર છે. જેમાં ૯- વેન્ટિલેટર, ૧૦- બાઈપેપ અને ૧૦૭ દર્દીઓ ઓક્સિજન પર છે.
સિવિલના એક ડોકટર, સ્મીમેરના વોર્ડ બોય, ૩ ખાનગી ડોકટર, પોલીસ જવાન અને મ્યુનિ.ના ૪ કર્મચારી કોરોનાની ઝપેટમાં
કોરોના સંક્રમિતમાં નવી સિવિલ હોસ્પિટલમાં વધુ એક ડોકટર, સ્મીમેર હોસ્પિટલના વોર્ડ બોય,ત્રણ પ્રાઇવેટ ડોકટર,ઉધના ઝોનના પ્રાઇમરી હેલ્થ વર્કર,અર્બલ હેલ્થ સેન્ટરના સ્ટાફ નર્સ,સેન્ટ્રલ ઝોનના સ્ટાફ નર્સ,સેન્ટ્રલ ઝોનના પટાવાળા,આંગણવાડીના વર્કર,કોસ્ટમેટીકની દુકાનદાર,મોરથાણગામના તલાટી,મેડીકલ સ્ટારધારકા, સિવિલ એન્જીનીયર, લુમ્સખાતામાં નોકરી કરનાર,ડાઇંગ મિલના કોન્ટ્રાકટર તથા હીરાના કામ સાથે સંકળાયેલા ૭ વ્યકિતઓ અને કાપડના વ્યવસાય સાથે સંકળાયેલા ૧૩ વ્યકિતઓ કોરોનાની ઝપેટમાં આવ્યા હતાં.
..