Get The App

કલોલ મામલતદાર કચેરીમાં ઈ-ધરા અને કચેરીની ઓનલાઈન કામગીરી બંધ, અરજદારોને ધરમધક્કા

શનિવાર અને સોમવારે બે દિવસ જી-સ્વાનની કનેક્ટીવીટીના ધાંધિયા સર્જાયા હતા

Updated: Sep 18th, 2023

GS TEAM

Google News
Google News
કલોલ મામલતદાર કચેરીમાં ઈ-ધરા અને કચેરીની ઓનલાઈન કામગીરી બંધ, અરજદારોને ધરમધક્કા 1 - image



કલોલ: ડીજીટલ ગુજરાતની મોટી વાતો વચ્ચે કલોલ મામલતદાર કચેરીમાં જી-સ્વાન સેવા બંધ થઇ જતા અરજદારોને ધક્કો ખાવાનો વારો આવ્યો હતો. શનિવાર અને સોમવારે બે દિવસ કનેક્ટીવીટીના ધાંધિયા સર્જાયા હતા. જેને પગલે ઈ-ધરા અને કચેરીનું તમામ ઓનલાઈન કામકાજ ઠપ્પ થઇ ગયું હતું.

કલોલ મામતલદાર કચેરીમાં દિવસ દરમિયાન હજારો અરજદારો પોતાના કામ અર્થે આવતા હોય છે. મહેસુલી દ્રષ્ટિએ  મહત્વનો તાલુકો હોવાને કારણે કામ લઈને આવનાર લોકોની મોટી હાજરી હોય છે. સરકાર દ્વારા ડીજીટલાઈઝેશનના ભાગરૂપે સરકારી કચેરીઓને જી-સ્વાન નેટવર્કથી જોડવામાં આવી છે. કલોલની મામલતદાર કચેરીમાં જી-સ્વાન નેટવર્ક ઠપ્પ થઇ જવાની વ્યાપક બુમરાણ ઉઠી છે. શનિવાર અને સોમવારે એમ સતત બે દિવસ સુધી જી-સ્વાન નેટવર્ક બંધ રહેતા અરજદારોને હાલાકી ભોગવવી પડી છે.

શનિવારે કિંમતી સમય અને નાણા ખર્ચીને આવેલ અરજદારો નેટવર્ક નહી હોવાને કારણે પરત ફર્યા હતા. સોમવારે પણ જી-સ્વાનના ધાંધિયા સર્જાતા લોકોને ફરી ખર્ચો માથે પડ્યો હતો. નેટવર્કના અભાવે કચેરીમાં મહત્વની કામગીરી અટકી પડતા કર્મચારીઓ અને અરજદારો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. મામલતદાર કચેરીમાં ઝડપથી જી-સ્વાન નેટવર્કની સેવા ચાલુ કરવાની અરજદારોએ માંગણી કરી છે.

Tags :