અમદાવાદના બોપલમાં યુવતીને બંધક બનાવી ગેંગરેપ આચરી કરી લૂંટ, બનાસકાંઠાથી 4 ઝડપાયા

ફરાર થયેલા આ આરોપીઓ બનાસકાંઠાના પાલનપુરમાં એક બસમાંથી ઝડપાઇ ગયા

Updated: Nov 3rd, 2023


Google NewsGoogle News
અમદાવાદના બોપલમાં યુવતીને બંધક બનાવી ગેંગરેપ આચરી કરી લૂંટ, બનાસકાંઠાથી 4 ઝડપાયા 1 - image



અમદાવાદઃ (Ahmedabad) શહેરમાં ગુનાખોરી વધતી જઈ રહી છે. (Crime rate)બે દિવસ પહેલા 48 કલાકમાં હત્યાના 3 બનાવો બન્યા હતા. આજે બોપલ વિસ્તારમાં ગેંગરેપ અને લૂંટનો બનાવ બન્યો છે. (rape with robbery) ગુનાખોરીનું પ્રમાણ વધતા હવે અમદાવાદ શહેર બિહાર-ઉત્તરપ્રદેશના શહેરો સાથે ગુનાખોરીમાં સ્પર્ધા કરતુ હોય એવું લાગી રહ્યું છે. (Crime news) ત્યારે પોલીસ કમિશ્નર કહે છે કે બે પાંચ ટકા ગુનાખોરી વધે તો ગભરાવાની જરૂર નથી. 

મહિલા પર સામુહિક દુષ્કર્મ આચરીને ફરાર થઇ ગયા

બોપલ વિસ્તારમાં નવા બની રહેલા ફ્લેટમાં પાંચ નરાધમોએ 30 વર્ષની મહિલા પર ગેંગરેપ કર્યો હતો અને સાથે એક લાખ રૂપિયાની લૂંટ ચલાવી ફરાર થયા હતા. આરોપીઓએ ફ્લેટની લાઈટો બંધ કરી બંધક બનાવી મહિલા પર સામુહિક દુષ્કર્મ આચરીને ફરાર થઇ ગયા હતા. આ અંગે બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. 

બસમાંથી પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા

ફરાર થયેલા આ આરોપીઓ બનાસકાંઠાના પાલનપુરમાં એક બસમાંથી ઝડપાઇ ગયા છે. બનાસકાંઠા LCBએ અરોમા સર્કલ પાસેથી એક બસમાંથી આ પાંચેય આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓમાં ત્રણ પંજાબના છે, જયારે બે આરોપીઓ ઉત્તરપ્રદેશના છે. 


Google NewsGoogle News