અમદાવાદમાં હથિયારો સાથે રિલ્સ બનાવવી ભારે પડી, પોલીસે સાત લોકોની ધરપકડ કરી
ધાર દાર હથિયારો લઈને લોકોમાં ડર ઉભો કરવા માટે હથિયારો લઈને વીડિયો બનાવી વાયરલ કર્યો હતો
અમદાવાદઃ ગુજરાતમાં સોશિયલ મીડિયામાં રિલ્સ બનાવી લોકોમાં રોફ ઉભો કરવાનો ટ્રેન્ડ શરૂ થઈ ગયો છે. તથ્ય કાંડ બાદ વાહનો પર સ્ટંટ કરીને રિલ્સ બનાવતા લોકોની સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. જ્યારે બીજી બાજુ ધાર દાર હથિયારો લઈને લોકોમાં ડર ઉભો કરવા માટે હથિયારો લઈને વીડિયો બનાવવો સાત શખ્સોને ભારે પડ્યો છે. પોલીસે સાતેયની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસે સાત લોકોની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી
તાજેતરમાં જ અમદાવાદમાં એક વીડિયો વાયરલ થયો હતો. જેમાં કેટલાક શખ્સો હાથમાં ધારદાર હથિયારો લઈને લોકોમાં ડર ઊભો કરી રહ્યાં હતાં. આ વીડિયોને લઈને શહેર કોટડા પોલીસે તપાસ શરૂ કરી હતી. જેમાં સાત લોકોની ઓળખ કરવામાં આવી હતી. પોલીસે વીડિયો બનાવનાર ક્રિષ્ણા પટણી, રાહુલ પટણી, અરૂણ પટણી, વિપુલ પટણી, જ્યંતિ ઝાલા, કપિલ પટણી અને અજય પટણીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.