Gujarat
ઝઘડીયાનાં એક ગામમાં લગ્નના ઈરાદે યુવાન સગીરાને ભગાડી ગયો
By GS Team
10 Dec 20211 min read
This article was originally published on 10 Dec 2021

ભરૂચ: ઝઘડીયાના એક ગામમાં યુવાન સગીરાને લગ્ની લાલચ આપીને ભગાડી ગયો હતો. સગીરાના પિતા બહારગામ ગયા હતાં. જે સાત ડિસેમ્બરે ઘરે પરત આવ્યા હતાં. તેમની પત્ની પાસેથી જાણવા મળ્યુ હતું કે તેમની દિકરી ગઈકાલની ઘરે આવી નથી. તપાસ કરતાં માલૂમ પડ્યુ કે તે ગામના જ એક યુવાન સાથે આગલા દિવસે દેખાઈ હતી. સગીરાના પિતાએ આ યુવાનના ઘરે તપાસ કરતાં તે પણ ઘરેથી ગાયબ હોવાનું જાણવા મળ્યુ હતું. યુવાન સગીરાને લગ્નના ઈરાદે ભગાડી ગયો હોવાનું સામે આવતા સગીરાના પિતાએ યુવાવન વિરુદ્વ ઉમલ્લા પોલીસ મથકમાં ફરીયાદ કરી છે. જેથી પોલીસે ગુનો નોંધી બંનેને શોધવાના પ્રયત્નો આદર્યા છે.




