Get The App

જ્યાં રિપેરિંગ થયું હતું ત્યાં 20 દિવસમાં ફરી 15 ફૂટનો ભૂવો પડતાં અમદાવાદના તંત્રની પોલ ખુલી

Updated: Aug 8th, 2024

GS TEAM

Google News
Google News
pothole in ahmedabad
(representative image)

Pothole in Ahmedabad: વસ્ત્રાલ વૉર્ડમાં ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની આગળ બ્રેકડાઉન થતાં 15 ફૂટ ઊંડો ભૂવો પડયો હતો. રિપેરિંગ કરાયાના વીસ દિવસમાં ફરી એ જ સ્થળે બ્રેકડાઉન થતાં મ્યુનિ.ના વિજિલન્સ વિભાગે રિપેરિંગ યોગ્ય રીતે નહીં કરાયું હોવાનો રીપોર્ટ આપ્યો હતો. રીપોર્ટ બાદ પૂર્વઝોનના એડિશનલ સીટી ઇજનેર રાજેશ રાઠવા સહિત ચાર અધિકારીઓને ચાર્જશીટ આપવાનો નિર્ણય કરાયો છે.

બ્રેકડાઉન થતાં 15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો

વસ્ત્રાલ વૉર્ડમાં દૂન સ્કૂલ પાસે આવેલા ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશન આગળ ચાર ઑગસ્ટના રોજ ડ્રેનેજ પમ્પિંગ સ્ટેશનની અંદર જતી લાઇનના જંકશન મશીન હોલનું બ્રેકડાઉન થતાં 15 ફૂટ ઊંડો ભૂવો પડ્યો હતો. બ્રેકડાઉન રિપેરિંગનું કામ 15 જુલાઈએ પૂરું કરવામાં આવ્યું હતું.

આ પણ વાંચો: 'મારા પતિના શરીરમાં કોઇ ઘૂસી ગયું હોય એવું લાગે છે, સ્કૂટર દોડાવ્યા જ કરે છે', ભાઇ વડોદરાથી ભરૂચ પહોંચી ગયા

રિપેરિંગ કર્યાના વીસ જ દિવસમાં ફરી બ્રેકડાઉન થયું 

ચાર ઑગસ્ટના રોજ રિપેરિંગ કર્યાના વીસ જ દિવસમાં ફરી વખત એ જ સ્થળે બ્રેકડાઉન થયું હોવાનું વિજિલન્સ તપાસમાં બહાર આવતાં પ્રાથમિક અહેવાલ અપાયો હતો. પ્રાથમિક અહેવાલના આધારે મ્યુનિસિપલ કમિશ્નર એમ. થેન્નારસને ઝોનના એડિશનલ સીટી ઇજનેર રાજેશ રાઠવા, આસિસ્ટન્ટ ઇજનેર અંકુર પટેલ, આસિસ્ટન્ટ સીટી ઇજનેર કેતન મિસ્ત્રી, ડેપ્યુટી સીટી ઇજનેર જય ઉપાધ્યાયને ફરજ ઉપર બેદરકારી દાખવવા બદલ ચાર્જશીટ આપવા આદેશ કર્યો હતો.

જ્યાં રિપેરિંગ થયું હતું ત્યાં 20 દિવસમાં ફરી 15 ફૂટનો ભૂવો પડતાં અમદાવાદના તંત્રની પોલ ખુલી 2 - image

Tags :