Get The App

રાજકોટ, સુરત, વડોદરા સહિત ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

Updated: Jun 7th, 2025

GS TEAM


Google News
Google News
રાજકોટ, સુરત, વડોદરા સહિત ગુજરાતના આ જિલ્લામાં વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના 1 - image


Gujarat Weather Forecast: છેલ્લા ઘણા સમયથી વરસાદે વિરામ લીધો હતો, ત્યારે હવે ફરી ગુજરાતમાં મેઘરાજાની રિએન્ટ્રી થવા જઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે (7 જૂન) રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. વળી, બીજી બાજુ પવનની દિશા દક્ષિણ પશ્ચિમથી પશ્ચિમ બાજુની રહેશે. હવામાં ભેજના કારણે અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ વરસશે.

ક્યાં વરસશે વરસાદ?

હવામાન વિભાગની આગાહી મુજબ, શનિવારે દાહોદ, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરુચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, દીવ, રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ આઠ વર્ષ પહેલાં જનમિત્ર કાર્ડ શરુ કરાયા હતા, BRTS માં નવા જનમિત્ર કાર્ડ આપવાનુ બંધ કરાતા લોકોને હાલાકી

આ અઠવાડિયું કેવો રહેશે વરસાદ?

હવામાન વિભાગના જણાવ્યા મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં વરસાદની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. બીજી બાજુ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં અનેક જગ્યાએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ સ્તરનો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્ર-કચ્છના દરિયાકાંઠે પણ વરસાદની આગાહી છે. 

આ પણ વાંચોઃ વિસાવદર પેટાચૂંટણી: લોકરોષના ડરથી ભાજપ ઉમેદવાર પ્રચારમાં જ ના જઈ શક્યા, પોલીસે લોકોને ધમકાવ્યાનો આરોપ

દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ 

દક્ષિણ ગુજરાત પર અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં પણ ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદની આગાહીના કારણે દરિયાખેડૂઓને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. 

Tags :