આજથી મેઘરાજાનો નવો રાઉન્ડ, 7 દિવસ માટે હવામાન વિભાગે જાહેર કર્યું વરસાદી એલર્ટ
Gujarat Rain Forecast: છેલ્લા કેટલાક દિવસોના વિરામ બાદ ગુજરાતમાં શુક્રવાર (15 ઓગસ્ટ)થી ચોમાસાના વધુ એક રાઉન્ડનો પ્રારંભ થઈ શકે છે. હવામાન વિભાગ દ્વારા આગામી એક અઠવાડિયું ભારે વરસાદ માટે એલર્ટ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ 1906માં ભારતનો પહેલો તિરંગો લહેરાવનારા મેડમ ભીખાઈજી કામાના પરિવારના વંશજો ડભોઈના રહેવાસી
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી ત્રણ દિવસ વરસાદ જોવા મળશે.
- શુક્રવાર (15 ઓગસ્ટ): છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, વલસાડમાં ભારે વરસાદ જોવા મળશે.
- શનિવાર (16 ઓગસ્ટ): બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે.
- રવિવાર (17 ઓગસ્ટ): સાબરકાંઠા, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.
આ પણ વાંચોઃ સરદાર સરોવર ડેમમા પાણીની આવક વધતા અમદાવાદમાં આવતા પાણીમાં ડહોળાશનું પ્રમાણ વધી ગયું
અમદાવાદમાં વરસાદની આગાહી
ત્યાર બાદ સોમવારે સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડમાં અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ અપાયું છે. અમદાવાદમાં શુક્રવારે સવારે 11 અને ત્યારબાદ બપોરના ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં અત્યાર સુધી સિઝનનો 64 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.