Get The App

સરદાર સરોવર ડેમમા પાણીની આવક વધતા અમદાવાદમાં આવતા પાણીમાં ડહોળાશનું પ્રમાણ વધી ગયું

શહેરીજનોને પાણી ઉકાળીને પીવા કોર્પોરેશન તરફથી અપીલ કરાઈ

Updated: Aug 15th, 2025

GS TEAM

Google News
Google News

   સરદાર સરોવર ડેમમા પાણીની આવક વધતા  અમદાવાદમાં આવતા પાણીમાં ડહોળાશનું પ્રમાણ વધી ગયું 1 - image  

  અમદાવાદ,ગુરુવાર,14 ઓગસ્ટ,2025

સરદાર સરોવર ડેમમા પાણીની આવક વધતા અમદાવાદમાં આવતા પાણીમાં ડહોળાશનું પ્રમાણ વધી ગયુ છે.ડહોળાશનુ પ્રમાણ વધુ હોવાથી પાણીને શુધ્ધ કરવામા વધુ સમય જાય છે.પાણીને શુધ્ધ કરવામાં જતા વધુ સમયના કારણે વોટર વર્કસ ખાતેથી વિતરણ કરાતા જથ્થામા ઘટાડો થાય છે.આ કારણથી પાણી સામ્ય કરતા ઓછુ આવવાની શકયતા છે. શહેરીજનોને મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પાણી ઉકાળીને પીવા અપીલ કરાઈ છે.

અમદાવાદને પુરો પાડવામા આવતો પાણીનો જથ્થો સરદાર સરોવરની નર્મદા કેનાલમાં મેળવી જાસપુર અને કોતરપુર વોટર વર્કસ ખાતે શુધ્ધ કરીને આપવામા આવે છે.હાલમા સરદાર સરોવર ડેમમા પાણીની આવક વધતા અમદાવાદ સુધી પહોંચતા રો-વોટરમાં ટર્બીડીટી એટલે કે ડહોળાશના પ્રમાણમાં વધારો થવા પામ્યો છે.નકકી કરેલા માપદંડ પ્રમાણે પાણીને શુધ્ધ કરવામા સમય પણ વધુ થાય છે.આગામી દિવસોમાં ડહોળાશવાળુ પાણી આવવાની સંભાવના છે. આ કારણથી લોકોને પાણી ઉકાળીને પીવા  ઈજનેર વિભાગ તરફથી સુચના અપાઈ છે.

Tags :