Get The App

ખાંભાના ડેડાણ માંથી ગેરકાયદેસર રેશનીંગનો જથ્થો પકડાયો, જૂનાગઢ મોકલવાનું રેકેટ ખુલ્યું

Updated: Jun 5th, 2025

GS TEAM


Google News
Google News
ખાંભાના ડેડાણ માંથી ગેરકાયદેસર રેશનીંગનો જથ્થો પકડાયો, જૂનાગઢ મોકલવાનું રેકેટ ખુલ્યું 1 - image


Amreli News : અમરેલીના ધારી SDMની સૂચનાથી ખાંભા મામલતદાર સ્ટાફ દ્વારા ખાંભાના ડેડાણ ગામેથી ગેરકાયદેસર રીતે સંગ્રહ કરાયેલો શંકાસ્પદ રેશનીંગનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, માલકનેશ રોડ પર આવેલી હીરાભાઈ સાંગરિયાની વાડીમાંથી આ શંકાસ્પદ ઘઉં અને ચોખાનો જથ્થો પકડાયો હતો. તપાસમાં સામે આવ્યું હતું કે, આ ગેરકાયદેસર ઘઉં અને ચોખાનો જથ્થો ગ્રામ્ય વિસ્તારમાંથી ફેરી મારીને એકઠો કરવામાં આવતો હતો.

ઘઉં અને ચોખાનો ગેરકાયદેસર જથ્થો ઝડપાયો

ખાંભા મામલતદાર સ્ટાફ દ્વારા બાતમીના આધારે કાર્યવાહી કરતા, કુલ 250 કિલો ઘઉં અને 644 કિલો ચોખાનો ગેરકાયદેસર સંગ્રહ કરેલો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. આ પકડાયેલો રેશનીંગનો જથ્થો જોગરાના વિવેકભાઈનો હોવાનું ખુલ્યું હતું, જેમની સામે કાર્યવાહી કરીને જથ્થો સીઝ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો: ઘરકંકાસનો કરુણ અંજામ: પાલીતાણામાં પતિએ છરીના 14 ઘા મારી કરી પત્નીની હત્યા

વધુ તપાસમાં જાણવા મળ્યું હતું કે, આ ગેરકાયદેસર રેશનીંગનો જથ્થો સંગ્રહ કરીને જૂનાગઢ જિલ્લાના વિસાવદર ખાતે મોકલવામાં આવતો હતો. આ ઘટનાથી ગેરકાયદેસર રેશનીંગની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ થયો છે.

Tags :