Gujarat

અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

By GS TEAM
10 Jun 20262 mins read
TukuTouch Logo
રાજ્યમાં ગેરકાયદે ખનન કરતી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ અંતર્ગત અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વીરપુર ગામ ખાતે ખાણ ખનિજ કચેરીની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

અમદાવાદ: ધોળકાના વીરપુરમાં ખનિજ માફિયાઓ પર ત્રાટકી ખાણ ખનિજ વિભાગની ટીમ, 2 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત

Illegal Mining In Ahmedabad District: રાજ્યમાં ગેરકાયદે ખનન કરતી પ્રવૃત્તિઓ પર રોક લગાવવા માટે તંત્ર દ્વારા કડક વલણ અપનાવવામાં આવ્યું છે. આ અંતર્ગત અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના વીરપુર ગામ ખાતે ખાણ ખનિજ કચેરીની ક્ષેત્રીય તપાસ ટીમ દ્વારા એક મોટી અને સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વીરપુર ગામે ખાણ ખનિજ વિભાગના દરોડા

મળતી માહિતી અનુસાર, ખાણ ખનિજ વિભાગની ટીમને વીરપુર ગામમાં માટીનું ગેરકાયદે રીતે મોટું ખનન થતું હોવાની બાતમી મળી હતી. જેને લઈને તપાસ ટીમ દ્વારા વીરપુર ગામમાં આકસ્મિક દરોડા પાડવામાં આવ્યા હતા. આ દરોડા દરમિયાન સાદી માટી ખનિજનું ગેરકાયદે ખનન અને વહન કરવાનું એક મોટું કૌભાંડ રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યું છે.

આ પણ વાંચો: ભરૂચમાં જુમ્મા મસ્જિદના 700 વર્ષથી બંધ ભોંયરામાંથી જૈન તીર્થંકર મલ્લિનાથ ભગવાનની પ્રતિમા મળી

ખાણ ખનિજ વિભાગની તપાસ ટીમ જ્યારે ઘટનાસ્થળે ત્રાટકી ત્યારે ત્યાં ગેરકાયદે ઉત્ખનનની કામગીરી ચાલી રહી હતી. ટીમે તાત્કાલિક પગલાં ભરીને આ ગેરકાયદે પ્રવૃત્તિમાં સંડોવાયેલ એક અદ્યતન એક્સકેવેટર મશીન અને 5 જેટલા ડમ્પર વાહનોને ઘટનાસ્થળેથી જ જપ્ત કરી લીધા હતા.

2.60 કરોડનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી

ખાણ ખનિજ વિભાગના અધિકારીઓના જણાવ્યાનુસાર, જપ્ત કરવામાં આવેલા તમામ વાહનો અને અદ્યતન મશીનરી મળીને અંદાજે કુલ 2 કરોડ 60 લાખ રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરવામાં આવ્યો છે. આ દરોડા બાદ ખાણ ખનિજ વિભાગ દ્વારા તમામ વાહનો અને મશીનોને પોતાની અટકાયતમાં લઈ લેવામાં આવ્યા છે. આ મામલે જવાબદારો સામે કાયદેસરનો ગુનો નોંધીને આગળની નિયમોનુસારની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ખાણ ખનિજ વિભાગની આ આકરી અને સપાટો બોલાવતી કામગીરીને પગલે ધોળકા પંથકના સ્થાનિક ખનિજ માફિયાઓ અને ગેરકાયદે તત્ત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.