Get The App

ધારીમાં ગેરકાયદે સિંહ દર્શન કરવો ભારે પડ્યો, વન વિભાગે પાંચ શખસોને રૂ.90 હજારનો દંડ ફટકાર્યો

Updated: Jun 6th, 2025

GS TEAM

Google News
Google News
ધારીમાં ગેરકાયદે સિંહ દર્શન કરવો ભારે પડ્યો, વન વિભાગે પાંચ શખસોને રૂ.90 હજારનો દંડ ફટકાર્યો 1 - image


illegal Lion Sightings In Dhari: ધારી ગીર પૂર્વના ખાંભા તુલસીશ્યામ રેંજના કોદિયા વીડી વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરનાર તત્ત્વો સામે વન વિભાગ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે. કોદીયા વીડીમાં વિસ્તારમાં મોડી રાત્રે કાર લઈને સિંહ દર્શન માટે ઘૂસી રહેલા પાંચ શખસોને વન વિભાગે ઝડપી પાડ્યાં છે. વન વિભાગે 90,000 રૂપિયાનો દંડ ફટકારી કડક કાર્યવાહી કરી છે.

મળતી માહિતી અનુસાર, ખાંભા તુલસીશ્યામ રેંજના કોદિયા વીડીમાં વિસ્તારમાંથી પાંચ શખસોને ફોરેસ્ટ વિભાગે ઝડપી પાડ્યા છે. ખાંભા વન વિભાગ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન કોદિયા વીડીમાં વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરનાર ભાવનગરના 2 અને ખાંભાના 3 શખસો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 મુજબ ગુનો નોંધી કાર્યવાહી કરી છે. આ પાંચ શખસો સામે કાયદેસરની કાર્યવાહી કરી 90,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. 

ધારીમાં ગેરકાયદે સિંહ દર્શન કરવો ભારે પડ્યો, વન વિભાગે પાંચ શખસોને રૂ.90 હજારનો દંડ ફટકાર્યો 2 - image



Tags :