ગેરકાયદે
ગેસરિફિલિંગ કરતો શખ્સ ઝડપાયો
ગેસની
નાની-મોટી ૧૦૮ બોટલ, ગેસ રિફિલિંગના સાધનો સહિત રૃ. ૧.૩૫ લાખનો મુદ્દામાલ જપ્ત
વિરમગામ -
વિરમગામ-વિઠલાપુર હાઇવે પર ગ્રામ્ય એસઓજી ટીમે દરોડો પાડીને
ગેરકાયદે કોમશયલ ગેસમાંથી ગેસ રિફિલિંગ કરવાનું કૌભાંડ ઝડપી પાડયું છે. એસઓજી ટીમે
સ્થળ પરથી ગેસ રીફીલિંગના સાધનો અને ગેસની
નાની મોટી૧૦૮ રીફીલની બોટલો સહિત આરોપીની ધરપકડ કરી હતી.
અમદાવાદ
જિલ્લા ગ્રામ્ય એસઓજી ટીમે બાતમી મળી હતી કે વિરમગામ-વિઠલાપુર હાઈવે પર આવેલી સાંઈ
રેસીડેન્સીની બાજુમાં દ્વારકેશ પાર્લરની દુકાનના પાછળના ભાગે ગેરકાયદે રીતે ગેસના
ભરેલા બાટલામાંથી ગેસની ખાલી બોટલોમાં રીફિલીગનો ધંધો કરવામાં આવે છે.
બાતમીના
આધારે એસઓજીની ટીમે રેડ કરતા ગેરકાયદે પ્રવૃત્તિ જણાઈ આવતા ૧૯ કિલોની તેમજ પાંચ
કિલોની ભરેલી અને ખાલી ૧૦૮ બોટલ,
ઇલેક્ટ્રીક વજન કાંટો, ગેસ રીફીલિંગના સાધનો
મળી કુલ રૃ.૧,૩૫,૮૦૦નો મુદ્દામાલ કબજે
કરી આરોપી રવિ અજીતભાઈ સાધુ (રહે.કટોસણ, તા.દેત્રોજ)ને ઝડપી
કાર્યવાહી હાથ ધરી છે.


