Get The App

VIDEO | પંચમહાલ: મોરવાહડફના સાગવાડા ગામે રીંગણ-મરચીની આડમાં 21 કિલો ગાંજા ઝડપાયો, એકની ધરપકડ

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
Morva Hadaf Police Cannabis


Panchmahal News : પંચમહાલના મોરવાહડફ તાલુકાના સાગવાડા ગામે ગાંજાની ખેતી થતી હોવાની બાતમીના આધારે SOG પોલીસની ટીમ દરોડા પાડ્યા હતા. ઘટનાસ્થળેથી 6 લીલા ગાંજાના છોડ સાથે એક શખસ ઝડપાયો છે. પોલીસે રૂ.10.55 લાખની કિંમતનો ગાંજો જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.


રૂ.10.55 લાખની કિંમતનો 21 કિલો ગાંજો જપ્ત

પંચમહાલ જિલ્લાના મોરવાહડફના સાગવાડા ગામના રાવત ફળીયામાં રહેતા મનહર લક્ષ્મણ નિનામા નામના શખસે પોતાના ખેતરમાં ગેરકાયદેસર રીતે લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની બાતમી પંચમહાલ SOG પોલીસને મળી હતી. 

પંચમહાલ SOG અને મોરવાહડફ પોલીસની સંયુક્ત ટીમે બાતમીના આધારે ખેતરમાં એકાએક છાપો મારતા મનહર નિનામાએ લસણ, મરચી, રીંગણ અને ધાણાના વાવેતર વચ્ચે છુટાછવાયા અંદાજીત 5.8 ફૂટથી 9.3 ફૂટ ઊંચાઈના લીલા ગાંજાના 6 છોડનું વાવેતર કર્યું હતું. 

આ પણ વાંચો: ખેડૂતો માટે ખુશખબર: રવિ સીઝનમાં ₹2,585ના ટેકાના ભાવે થશે ઘઉંની ખરીદી, જાણો નોંધણીની તારીખ અને નિયમો

એફ.એસ.એલ. પરીક્ષણમાં ખેતરમાંથી મળી આવેલા છોડ ગાંજાના હોવાનું જણાયું હતું. પોલીસે અંદાજીત રૂ.10.55 લાખની કિંમતનો 21.100 કિલોગ્રામ ગાંજો જપ્ત કર્યો હતો અને પોલીસે ગાંજાની ખેતી કરનાર શખસ મનહર નિનામા વિરૂદ્ધ મોરવાહડફ પોલીસ મથકે એનડીપીએસ એક્ટ મુજબનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.