Get The App

ખેડૂતો માટે ખુશખબર: રવિ સીઝનમાં ₹2,585ના ટેકાના ભાવે થશે ઘઉંની ખરીદી, જાણો નોંધણીની તારીખ અને નિયમો

Updated: Jan 28th, 2026

GS TEAM

Google News
Google News
Wheat


Gujarat Wheat MSP 2026: ગુજરાતના ખેડૂતોને તેમના પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા મહત્ત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. રવિ માર્કેટિંગ સીઝન 2026-27 અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા જાહેર કરાયેલા ₹2,585 પ્રતિ ક્વિન્ટલ ના લઘુતમ ટેકાના ભાવે (MSP) ઘઉંની ખરીદી કરવાની પ્રક્રિયા ટૂંક સમયમાં શરૂ થશે.

નોંધણી અને ખરીદીનું ટાઈમટેબલ

ખેડૂતોએ ટેકાના ભાવે વેચાણ કરવા માટે ઓનલાઇન નોંધણી કરાવવી ફરજિયાત છે:

ઓનલાઇન નોંધણી: 1 ફેબ્રુઆરી થી 1 માર્ચ, 2026 સુધી.

ક્યાં કરાવવી નોંધણી?: ગ્રામીણ કક્ષાએ VCE (વિલેજ કોમ્પ્યુટર આંત્રપ્રિન્યોર) મારફતે.

ખરીદીનો સમયગાળો: 4 માર્ચ થી 15 મે, 2026 સુધી.

નોંધણી માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

નોંધણી કરાવતી વખતે ખેડૂતોએ નીચે મુજબના પુરાવા સાથે રાખવાના રહેશે:

આધાર કાર્ડની નકલ.

અદ્યતન 7/12 અને 8-અ ના ઉતારા.

વાવણી અંગેની નોંધ (જો 7/12 માં નોંધ ન હોય તો તલાટીનો દાખલો).

બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ ચેક.

બાયોમેટ્રિક ઓથેન્ટિકેશન: નોંધણી અને ખરીદી બંને સમયે ખેડૂતનું બાયોમેટ્રિક વેરિફિકેશન ફરજિયાત છે.

ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબતો

SMS દ્વારા જાણ: નોંધણી કરાવ્યા બાદ ખેડૂતોને તેમના રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS દ્વારા ખરીદીની તારીખ અને સમય જણાવવામાં આવશે.

ચકાસણી: જો ડોક્યુમેન્ટ્સ ખોટા માલૂમ પડશે તો ખેડૂતનો ક્રમ રદ કરવામાં આવશે.

હેલ્પલાઇન નંબર: જો નોંધણીમાં કોઈ મુશ્કેલી પડે તો ખેડૂતો 8511171718 અથવા 8511171719 પર સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો: ગુજરાતની સહકારી મંડળીઓની ચૂંટણી આગામી 6 મહિના સ્થગિત, SIRને પગલે સરકારનો નિર્ણય

ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા ખેડૂતોને વિનંતી કરવામાં આવી છે કે સમયમર્યાદામાં પોતાની ગ્રામ પંચાયતનો સંપર્ક કરી નોંધણી કરાવી લે, જેથી લઘુત્તમ ટેકાના ભાવનો લાભ મેળવી શકાય.