Get The App

ભારતની નંબર-1 ગણાતી IIM અમદાવાદના ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટમાં ઘટાડો, આ વર્ષે માત્ર 2 જ વિદ્યાર્થીને વિદેશમાં જોબ

Updated: Nov 3rd, 2025

GS TEAM

Google News
Google News
IIM Ahmedabad International Placements


IIM Ahmedabad International Placements: ભારતની નં.1 મેનેજમેન્ટ ઈન્સ્ટિટ્યુટ ગણાતી અને વૈશ્વિક ઓળખ ધરાવતી આઈઆઈએમ અમદાવાદના એમબીએના વિદ્યાર્થીઓનું ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટ છેલ્લા કેટલાક વર્ષોથી ઘટી રહ્યુ છે. વર્ષ 2011માં આઈઆઈએમએના 26 અને 2012માં 30 વિદ્યાર્થીઓને ભારત બહારના દેશોમાં નોકરી મળી હતી. પરંતુ આ વર્ષે સૌથી ઓછા એટલે કે માત્ર બે જ વિદ્યાર્થીને ભારત બહાર નોકરી મળી છે.

IIM વિદ્યાર્થીઓ માટે વિદેશમાં જોબનું પ્રમાણ ઘટ્યું

ઈન્ટરનેશનલ-મલ્ટીનેશનલ કંપનીઓ દ્વારા આઈઆઈએમના વિદ્યાર્થીઓનું મોટી સંખ્યામાં પ્લેસમેન્ટ થાય છે અને લાખોના પેકેજમાં નોકરી અપાય છે પરંતુ અમેરિકા, યુકે, જર્મની કે રશિયા, કેનેડા કે યુરોપના સહિતના દેશોમાં નોકરી મળવાનું પ્રમાણ ઘટ્યુ છે. મોટા ભાગે ભારતના જ વિવિધ શહેરોમાં અને ખાસ કરીને એશિયાના દેશોમાં વિદ્યાર્થીઓને નોકરી મળે છે. 

ભારતની નંબર-1 ગણાતી IIM અમદાવાદના ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટમાં ઘટાડો, આ વર્ષે માત્ર 2 જ વિદ્યાર્થીને વિદેશમાં જોબ 2 - image

IIM-A માં 15 વર્ષમાં આંતરરાષ્ટ્રીય જોબ મેળવનારા વિદ્યાર્થીઓ ઘટ્યા

આંતરાષ્ટ્રિય સ્થળોએ નોકરી મેળવનારા આઈઆઈએમ અમદાવાદના એમબીએના વિદ્યાર્થીઓની સંખ્યા છેલ્લા 15 વર્ષમાં ઘણી ઘટી છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આઈઆઈએમના પીજીપી એમબીએ બેચની ઈન્ટેક એટલે કે બેઠક મર્યાદા વધારવામાં આવી છે. વર્ષ 2011માં જ્યાં બેઠકો 300ની આસપાસ હતી ત્યારે હવે વધીને 400ની આસપાસ થઈ ગઈ છે. ઉપરાંત આઈઆઈએમ અમદાવાદના વિદ્યાર્થીઓના પેકેજની રકમ પણ છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક ગણી વધી છે. ઉપરાંત આઈઆઈએમ અમદાવાદના ફાઈનલ પ્લેસમેન્ટમાં આવનારી મલ્ટીનેશનલ કંપનીઓ સંખ્યા પણ ખૂબ જ વધી છે. આઈઆઈએમ દ્વારા દર વર્ષે બે વર્ષના પીજીપી એમબીએ બેચના સમર પ્લેસમેન્ટ બાદ ફાઈનલ પ્લેસમેન્ટની પ્રક્રિયા કરવામા આવે છે.

આ પણ વાંચો: ચિંતાજનક: ગૃહિણીઓમાં આપઘાતનું પ્રમાણ વધ્યું, દરરોજ 5 મહિલા જીવન ટૂંકાવે છે

અમેરિકા, યુકે અને યુરોપના દેશોમાં IIM વિદ્યાર્થીઓને નોકરીની ઓફર ઘટી

છેલ્લે 2011ના વર્ષમાં કુલ 304 વિદ્યાર્થીઓમાંથી 260 વિદ્યાર્થીઓને ભારતના વિવિધ શહેરોમાં અને 260 વિદ્યાર્થીઓને વિદેશના સ્થળોએ નોકરી મળી હતી. જ્યારે વર્ષ 2012માં 365 વિદ્યાર્થીઓમાં સૌથી વધુ રેકોર્ડબ્રેક 30 વિદ્યાર્થીઓને વિદેશના સ્થળોએ નોકરી ઓફર થઈ હતી. મોટા ભાગે ઈન્ટરનેશલ લોકેશન્સમાં હોંગકોંગ, દુબઈ, કતાર, અબુધાબી, મલેશિયા અને આફ્રિકાના દેશોમાં વિદ્યાર્થીઓને નોકરી મળતી હોય આ ઉપરાંત અમેરિકા, યુકે(લંડન), જર્મની, કેનેડા કે રશિયા કે યુરોપના દેશોમાં ખૂબ જ ઓછા વિદ્યાર્થીઓ નોકરી ઓફર થતી હોય છે. મહત્ત્વનું છે કે ઈન્ટરનેશનલ લોકેશન્સમાં નોકરીનું પ્રમાણ ઘટવા પાછળ હાલ વિશ્વમાં ફેલાયેલી અરાજકતા, આર્થિક ડામાડોળની સ્થિતિ અને ઈન્ટરનેશનલ-ફોરેન પોલીસી સહિતના અનેક કારણો જવાબદાર છે. આ વર્ષે સૌથી ઓછા માત્ર બે જ વિદ્યાર્થીને દુબઈમાં જોબ ઓફર થઈ હતી.

ભારતની નંબર-1 ગણાતી IIM અમદાવાદના ઈન્ટરનેશનલ પ્લેસમેન્ટમાં ઘટાડો, આ વર્ષે માત્ર 2 જ વિદ્યાર્થીને વિદેશમાં જોબ 3 - image

Tags :