Gujarat

'તમારાથી કામ ન થતું હોય તો...' વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી અમદાવાદ મ્યુ.કમિશ્નર નારાજ

By GS TEAM
17 Oct 20252 mins read
TukuTouch Logo
અમદાવાદના વિવિધ વિસ્તારમાં બેસતા ફેરીયાઓને તાલીમ આપવા ફાયર વિભાગના વોલિયન્ટર્સ પાસેથી કામ લેવા મ્યુનિસિપલ કમિશ્નરે અગાઉ સૂચના આપી હતી. આમ છતાં માત્ર 180 ફેરીયાઓને હજી સુધી તાલીમ અપાતા ધીમી કામગીરીથી મ્યુનિસિપલ કમિશ્નર નારાજ થયા હતા. તેમણે કહ્યું કે, તમારાથી કામ ન થતું હોય તો ખાનગી એજન્સીને કામ સોંપો

Summarized by AI; it may make mistakes. Check important info

'તમારાથી કામ ન થતું હોય તો...' વેન્ડર્સ ટ્રેનિંગની ધીમી કામગીરીથી અમદાવાદ મ્યુ.કમિશ્નર નારાજ

Ahmedabad News: અમદાવાદના વિવિધ વિસ્તારમાં બેસતા ફેરીયાઓને તાલીમ આપવા ફાયર વિભાગના વોલિયન્ટર્સ પાસેથી કામ લેવા મ્યુનિસિપલ કમિશ્નરે અગાઉ સૂચના આપી હતી. આમ છતાં માત્ર 180 ફેરીયાઓને હજી સુધી તાલીમ અપાતા ધીમી કામગીરીથી મ્યુનિસિપલ કમિશ્નર નારાજ થયા હતા. તેમણે કહ્યું કે, તમારાથી કામ ન થતું હોય તો ખાનગી એજન્સીને કામ સોંપો. 

આ પણ વાંચોઃ ગુજરાત સરકારના મંત્રીમંડળનું જાતિગત અને પ્રાદેશિક સમીકરણ, સૌરાષ્ટ્ર-કચ્છનું વર્ચસ્વ

ડેપ્યુટી કમિશ્નરોને ઠપકો

આ સિવાય મ્યુનિસિપલ કમિશ્નરે ડેપ્યુટી કમિશ્નરોને પણ ઠપકો આપ્યો હતો. તેમણે કહ્યું કે, તમારી પાસે આવતી ફાઇલ જોવાની ટેવ પાડો. ટપાલીની જેમ સહી કરીને રવાના ન કરો.

વિગત ન મળતાં કમિશ્નર રોષે ભરાયા

મ્યુનિસિપલ કમિશ્નર બંછાનિધી પાનીની અધ્યક્ષતામાં મળેલી અધિકારીઓની બેઠકમાં તેમણે ફાયર વિભાગના ડેપ્યુટી કમિશ્નર પાસે ફાયર વોલિયન્ટર્સ દ્વારા કયા વોર્ડમા કેટલા વેન્ડર્સને તાલીમ અપાઈ એ અંગે વિગત માંગી હતી. જોકે, આ દરમિયાન તેઓ કમિશ્નરને વિગત આપી શક્યા નહોતા. 

આ પણ વાંચોઃ દિવાળી વેકેશનમાં ટ્રેનથી મુસાફરી કરવાના હોવ તો ખાસ જાણી લેજો! અમદાવાદ-સાબરમતી સ્ટેશન પર આ સુવિધા બંધ

કામ ન કરતાં લોકોની યાદી માંગી

નોંધનીય છે કે, મ્યુનિસિપલ કોર્પોરેશન માલિકીના તળાવમાં જ સફાઈ સહિતની બાબતનું ધ્યાન અપાતું નહતું. આ બાબત કમિશ્નરના ધ્યાને આવતાં તેમણે કોર્પેરેશનની હદમાં આવેલા કલેક્ટર હસ્તકના તળાવોમાં પણ સફાઈ, ડ્રેનેજના પાણીનો નિકાલ, દબાણ ન થાય તેનું ધ્યાન રાખવા અધિકારીઓને તાકીદ કરી હતી. આઉટસોર્સિંગથી વિવિધ વિભાગમાં રાખવામાં આવતા કર્મચારીઓ પૈકી કેટલા કર્મચારીઓ કામ કર્યા વિના પગાર લઈ રહ્યા છે તેની વિગત આપવા જણાવ્યું હતું.