સુરત, તા. 15 જુલાઈ, 2020, બુધવાર
ગુજરાત
સરકારે માસ્ક નહી પહેરવા બદલ રૃા.200 દંડની જોગવાઇ કરી છે પણ સુરતમાં સંક્રમણ વધી રહ્યુ હોવા છતાં ઘણા લોકો માસ્ક નહી પહેરતા હોવાથી
હવે મ્યુનિ. તંત્ર માસ્ક નહી પહેરનાર પાસે રૃા.૫૦૦ દંડ વસુલશેય
સુરત મહાનગરપાલિકાએ એક જાહેરનામું આજે બહાર પાડીને માસ્ક ન પહેરનારાને 500 રૃપિયાના દંડની જાહેરાત કરી છે. મ્યુનિ. વિસ્તારમાં માસ્ક પહેરવું ફરજિયાત છે. સુચનાનો અમલ નહીં કરનારા લોકોને રૃા500 દંડ ફટકારાશે.
અગાઉ ગુજરાતના મુખ્યમત્રી વિજય રૃપાણી સુરત આવ્યા હતા ત્યારે જેટલી વાર નાગરિક માસ્ક ન પહેરે એટલી વાર 200 રૃપિયા દંડની સુચના આપી હતી. જોકે, હજુ અનેક લોકો માસ્ક નહી પહેરતા હોવાથી સંક્રમણ વધી રહ્યુ ંછે. જેને પગલે દંડની રકમ વધારવામાં આવી છે.
સુરત મહાનગરપાલિકા વિસ્તારમા દુકાન દાર માસ્ક ન પહેરે કે માસ્ક વિનાના ગ્રાહકને પ્રવેશ આપે તો પાંચ હજાર રૃપિયા સુધીનો દંડ કરવાનું શરૃ પણ દંડની રકંમ અલગ અલગ હોવાથી વિવાદ થતા તે કામગીરી સ્થગિત કરાઇ હતી.

