Get The App

દુકાનમાં એકલા માણસે માસ્ક ન પહેર્યું તો કર્મચારીએ 200 રૃપિયા દંડ લીધો

લોકોના ટોળા હોય ત્યાં મ્યુનિ. કર્મચારીઓ દંડ વસુલવા નથી જતાં પણ એકલ દોકલ દુકાનદારને ટાર્ગેટ બનાવતાં હોવાની ફરિયાદ

સતત ફરજ બજાવતાં મ્યુનિ. કર્મચારીઓ ઘાંઘા થઈ ગયાં

Updated: Jul 30th, 2020

GS TEAM

Google News
Google News

સુરત, 30 જુલાઈ, 2020. ગુરૃવાર

 

સુરત મહાનગરપાલિકાના કતારગામ ઝોનમાં એક દુકાનમાં દુકાનદાર એકલો હતો અને માસ્ક પહેર્યું ન હતું તે જોઈને મ્યુનિ. કર્મચારીએ 200રૃપિયાનો દંડ વસુલ્યો હતો.  દુકાનમાં એકલા બેઠેલા દુકાનદાર પાસે  દંડ વસુલવાનો વિડિયો સોશ્યલ મિડિયામાં વાઈરલ થતાં વિવાદ ઉભો થયો છે. મ્યુનિ.ના કર્મચારીઓ ટોળા વળતાં લોકો પાસે દંડ વસુલવા જતાં નથી પરંતુ એકલ દોકલ દુકાનદારને ટાર્ગેટ બનાવી રહ્યાંની ફરિયાદ ઉઠી છે.

સુરત મ્યુનિ.ના  કતારગામ ઝોનમાં કતારગામ કાપોદ્રાને જોડતા બ્રિજ નજીક શિવાલિક હાઈટ્સ આવી છે. તેમાં એક દુકાનમાં દુકાનદાર એકલો હતો ત્યારે તેણે માસ્ક મોઢાના બદલે ગળા પર  રાખ્યું હતુ.ં મ્યુનિ.ના  કર્મચારીઓ રાઉન્ડ પર હતા ત્યારે દુકાનદારને માસ્ક વિનાનો જોઈને 200 રૃપિયા દંડ વસુલવાની તજવીજ હાથ ધરી હતી. આ દરમિયાન કોઈકે વિડિયો ઉતાર્યો હતો જેમાં દુકાનદાર પોતે દુકાનમાં એકલો બેઠો છે અને એકલા હોય તો માસ્કની જરૃર નથી. આ ઉપરાંત હાલ ધંધો નથી તો ખોટો દંડ નહીં વસુલો તેવી વિનંતી કરતો નજરે પડે છે. તો બીજી તરફ મ્યુનિ.ના કર્મચારીઓ પોતે દુકાનમાં આવ્યા તો પણ માસ્ક પહેર્યું ન હતું તેવી દલીલ કરતાં હતા. આ રકઝક બાદ મ્યુનિ. કર્મચારીએ દુકાનમાં એકલા માસ્ક વિના બેઠેલા દુકાનદાર પાસેથી 200 રૃપિયાનો દંડ વસુલ્યો હતો. આ અંગેનો વિડયો સોશ્યલ મિડિયામા વાઈરલ થતાં વિવાદ ઉભો થયો છે.

દુકાનદારો એવી ફરિયાદ કરી રહ્યા ંછે કે મ્યુનિ.ના કર્મચારીઓ એકલ દોકલ દુકાનદારના ટાર્ગેટ કરી રહ્યાં છે. શહેરમાં અનેક જગ્યાઓ એવી છે  કે જ્યાં કોઈ પણ જાતના કામ વિના બાઈક પર કે બાકંડા પર લોકોના ટોળા બેઠા હોય છે તેમા મોટા ભાગના લોકોએ માસ્ક પહેર્યા હોતા નથી. પરંતુ આવી જગ્યાએ વધુ લોકો હોવાથી મ્યુનિ. કર્મચારીઓ તેમને દંડ કરવા જતાં નથી અને દુકાનદારોને ટાર્ગેટ બનાવી દંડ કરી રહ્યાં છે. માત્ર દુકાનદારને દંડ કરવાના બદલે ચાની કીટલી કે અન્ય જગ્યાએ લોકો બેઠા હોય તેવા સામે કાર્યવાહી કરવાની માગ થઈ રહી છે.

Tags :