Get The App

પગાર ન મળ્યો હોય તો હવે કોઈ પણ કર્મચારી કે મજુર 155 372 નંબર પર ફરીયાદ કરી શકશે

- સરકારે મજૂરો અને કામદારો માટે શરૂ કરી ફ્રી હેલ્પલાઇન નંબર સેવા

- 7 એપ્રિલ સુધી પગાર ન મળ્યો હોય તેવા કોઇપણ મજુર કે કામદાર આ નંબર પર ફોન કરી ફરિયાદ કરી શકશે

Updated: Apr 7th, 2020

GS TEAM

Google News
Google News
પગાર ન મળ્યો હોય તો હવે કોઈ પણ કર્મચારી કે મજુર 155 372 નંબર પર ફરીયાદ કરી શકશે 1 - image

અમદાવાદ, તા. 5 એપ્રિલ 2020 રવિવાર

કર્મચારી, કામદાર કે પછી કોઇપણ મજુર પગાર ન મળ્યાની ફરિયાદ હવે ફોન કરીને સરકારને જણાવી શકશે. વેતન નહી ચૂકવ્યાની તથા અન્ય ફરિયાદોના નિવારણ માટે સરકારના શ્રમ અને રોજગાર વિભાગે ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરી છે.

કારખાના , ફેક્ટરી કે કોઈપણ કંપનીમાં કામ કરતા કર્મચારી , મજૂર કે કામદારો ઉપરાંત સંગઠીત અને અસંગઠીત બંને ક્ષેત્રોના કામદારોને પૂરેપૂરૂ વેતન ચૂકવી દેવા સરકારે કાયદા હેઠળ જાહેરનામુ બહાર પાડી દીધુ છે એકંદરે આ કાયદાનુ પાલન થઈ રહ્યું છે, પણ જ્યારે પણ વેતન નહી ચૂકવ્યાના અહેવાલો પ્રાપ્ત થશે ત્યારે કલેકટર અને શ્રમ અને રોજગાર વિભાગના અધિકારીઓ મારફતે કડક કાનૂની કાર્યવાહિ હાથ ધરવામાં આવશે.”

લેબર કમિશનરની કચેરીમાં એક કન્ટ્રોલ રૂમની સ્થાપના કરવામાં આવી છે, તેમાં જેમને તા. 7 એપ્રિલ, 2020 સુધીમાં વેતન મળ્યુ ના હોય તેવી સ્ત્રી અથવા પુરૂષ ટોલ ફ્રી નંબર 155 372 ઉપર ફરિયાદ નોંધાવી શકશે. આ ઉપરાંત જીલ્લા કલેકટરની કચેરીમાં એક ટોલ ફ્રી હેલ્પલાઈન નંબર 1077 પણ શરૂ કરવામાં આવ્યો છે.

“આ ઉપરાંત તમામ લેબર કમિશનરથી માંડીને સરકારી લેબર ઓફિસર સહિતના તમામ લેબર ઓફિસરોના અધિકૃત ટેલિફોન નંબરો અને ટવીટર હેન્ડલ ઉપર ફરિયાદ કરી શકાશે. લેબર ઓફિસરોને રેન્ડમ ધોરણે ઈન્સપેકશન કરવાની તથા સુઓ-મોટો એકશન લેવાની પણ સત્તા આપવામાં આવી છે કે જેથી ફરિયાદોનુ સમયસર નિવારણ થાય.

આ ઉપરાંત શ્રમ અને રોજગાર વિભાગ પણ તેની વેબસાઈટ મારફતે ફરિયાદ નિવારણ અંગેની માહિતીનો લોકો સુધી પહોંચાડી રહી છે. છેલ્લા થોડાક દિવસોમાં લેબર ઓફિસરોના 50થી વધુ ટવીટર હેન્ડલ એકટીવેટ કરવામાં આવ્યા છે.

Tags :