Get The App

VIDEO: લંડનથી અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આવેલા પાર્સલમાંથી રૂ.52 લાખનો હાઇબ્રિડ ગાંજો નીકળ્યો

Updated: Sep 27th, 2025

GS TEAM

Google News
Google News
VIDEO: લંડનથી અમદાવાદની ફોરેન પોસ્ટ ઓફિસમાંથી આવેલા પાર્સલમાંથી રૂ.52 લાખનો હાઇબ્રિડ ગાંજો નીકળ્યો 1 - image


Ahmedabad News : અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ શુક્રવારે (26 સપ્ટેમ્બર) લંડનથી મોકલવામાં આવેલા ચોકલેટ અને બિસ્કિટના પાર્સલમાં છુપાયેલા 525 ગ્રામ હાઇબ્રિડ ગાંજો ઝડપી પાડ્યો છે. પોલીસે અંદાજે 52.58 લાખની કિંમતનો હાઇડ્રોપોનિક ગાંજા જપ્ત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશથી આવેલા પાર્સલમાં હાઇબ્રિડ ગાંજો ઝડપાયો

અધિકારીઓના જણાવ્યા અનુસાર, પોલીસે ગુપ્ત માહિતીના આધારે અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલા ફોરેન પોસ્ટ ઓફિસના પહેલા માળેથી આ ગાંજો પકડવામાં આવ્યો હતો. SOG અધિકારીઓની આગેવાની હેઠળની એક ટીમે એરપોર્ટ સેક્શન ઓફિસમાં છ પાર્સલની તપાસ કરી હતી. જેમાંથી માદક દ્રવ્યો મળી આવ્યા હતા.


સમગ્ર મામલે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ડિટેક્શન ઓફ ક્રાઇમ બ્રાન્ચ (DCB) પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો: 2 કલાકમાં અમદાવાદથી મુંબઈ, 320 કિમી/કલાકની સ્પીડ, જાણો ક્યારથી દોડશે દેશની પ્રથમ બુલેટ ટ્રેન

SOG અધિકારીઓએ જણાવ્યું હતું કે, પાર્સલ લંડનથી આવેલા છે. જેમાં ચોકલેટ અને બિસ્કિટની ભેટ તરીકે છૂપાવીને ગાંજો મોકલવામાં આવ્યો હતો. મોકલનાર અને જેને ગાંજો મેળવવાનો હતો એની હજુ સુધી ઓળખ થઈ નથી. આ શિપમેન્ટ પાછળના આંતરરાષ્ટ્રીય નેટવર્કને શોધવા અને અમદાવાદમાં ડ્રગ્સની હેરાફેરી માટે જવાબદાર લોકોની ઓળખ કરવા માટે વધુ તપાસ ચાલી રહી છે.

Tags :