અમદાવાદ એરપોર્ટ પરથી નશીલા પદાર્થોની હેરાફેરી, વિયેતનામથી લવાયેલા 8 કરોડની કિંમતના હાઇબ્રિડ ગાંજો સાથે 2 ઝડપાયા
Representative Image |
Ahmedabad News : અમદાવાદ એરપોર્ટ પરથી નશીલા પદાર્થોની હેરાફેરીની ઘટના સામે આવતી હોય છે, ત્યારે વિયેતનામથી આવેલી ફ્લાઈટના બે મુસાફર પાસેથી 8 કરોડની કિંમતનો હાઇબ્રિડ ગાંજો ઝડપાયો છે. સમગ્ર મામલે કસ્ટમ્સ વિભાગે બંને આરોપી અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ, કસ્ટમ્સ વિભાગે બાતમીના આધારે વિયેતનામથી અમદાવાદ આવી રહેલા બે મુસાફરની અટકાયત કરી હતી. જેમાં બંને મુસાફરના સામાન ચેક કરતાં તેમાંથી 16 વેક્યૂમ સીલ કરેલા પેકેટ્સ મળી આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં આ પેકેટ્સમાં હાઇડ્રોફોનિક ગાંજો હોવાનું સામે આવ્યું હતું.
કસ્ટમ્સ વિભાગે 8.40 કિલોગ્રામ ગાંજો કબજે કરીને આ દિશામાં આગળની તપાસ હાથ ધરી છે. તમને જણાવી દઈએ કે, અત્યારસુધી ગાંજો થાઇલેન્ડથી આવતો હતો, પરંતુ આ વખતે વિયેતનામથી આવેલા ફ્લાઈટમાં આવેલા મુસાફરો પાસેથી ગાંજો ઝડપાયો છે.