અમરેલી: લાઠીમાં પતિએ પત્નીનું ગળું દબાવી કરી હત્યા, પોલીસે ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી

Amreli News : અમરેલી જિલ્લાના લાઠીના ભીંગરાડ ગામે ખેત મજૂર મહિલાની હત્યાની ઘટના સામે આવી છે. પતિએ મુંઢમાર માર્યા બાદ ગળું દબાવીને પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. સમગ્ર ઘટનાને લઈને પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસે હત્યાનો ગુનો નોંધીને મહિલાના મૃતદેહને પીએમ અર્થે મોકલ્યો છે અને ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે.
લાઠીમાં પત્નીનું ગળું દબાવી હત્યા કરીને પતિ ફરાર
મળતી માહિતી મુજબ, મૂળ મધ્યપ્રદેશના દંપતી લાઠીના ભીંગરાડ ગામે ખેતી-મજૂરી કરીને પરિવારનું ગુજરાત ચલાવતા હતા. જ્યારે મુકેશ ભુરીયા નામના પતિએ કોઈ કારણોસર પોતાની પત્ની સમલીનું ગળું દબાવીને કરૂણ હત્યા નીપજાવી હતી.
આ પણ વાંચો: પાલનપુરમાં કાયદો-વ્યવસ્થાના લીરેલીરા ઊડ્યાં, તલવારો અને ધોકા વડે બે જૂથ વચ્ચે અથડામણ
હત્યાના બનાવની જાણ થતાં પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. ક્યાં કારણોસર પતિએ પત્નીની હત્યા કરી તેને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. જ્યારે ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

