અમરેલી: ધારીના વાઘાપરાની શાળા પરિસરમાંથી માનવ કંકાલની ખોપરી મળી, પોલીસ અને FSL ની તપાસ શરૂ

Amreli News : અમરેલીના ધારીમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. ધારીના વાઘાપરાની પ્રાથમિક શાળાના પરિસરમાંથી એક માનવ કંકાલની ખોપરી મળી આવતા વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં ધારી પોલીસની ટીમ ઘટનાસ્થળે દોડી પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ધારી પોલીસે FSLની ટીમને જાણ કરી છે અને માવન કંકાલની ખોપરી મળી આવવા મામલે વધુ તપાસ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, વાઘાપરાની પ્રાથમિક શાળાના પાછળ સ્મશાન આવેલું છે. શાળા પરિસરમાં માવન કંકાલ કેવી રીતે આવ્યું, કંકાલની ઓળખ અને મૃત્યુનું સાચું કારણ જાણવા સહિતની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.


