Get The App

તાપીના વડપાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં ટેમ્પો ઘૂસી જતા દંપતીનું મોત

Updated: Oct 23rd, 2025

GS TEAM

Google News
Google News
તાપીના વડપાડા ગામ નજીક ગમખ્વાર અકસ્માત, રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં ટેમ્પો ઘૂસી જતા દંપતીનું મોત 1 - image


Accident In Tapi: તાપી જિલ્લાના વડપાડા ગામ નજીક એક ગમખ્વાર માર્ગ અકસ્માતમાં દંપતીનું કરૂણ મોત નિપજ્યું છે. રસ્તા પર પાર્ક કરેલા એક ટ્રકની પાછળ ટેમ્પો ઘૂસી જવાથી આ અકસ્માત થયો હતો. મૃતક દંપતીની ઓળખ હરીશ કોંકણી અને લતા કોંકણી તરીકે થઈ છે.

કેવી રીતે અકસ્માત સર્જાયો

મળતી માહિતી અનુસાર, વડપાડા ગામ નજીક માર્ગ પર એક ટ્રક પાર્ક કરેલો હતો. આ દરમિયાન, પાછળથી આવી રહેલો એક ટેમ્પો ટ્રકની પાછળ ધડાકાભેર ઘૂસી ગયો હતો. ટેમ્પોમાં સવાર હરીશ કોંકણી અને લતા કોંકણીને ગંભીર ઈજાઓ પહોંચી હતી અને તેમનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા.

આ પણ વાંચો: સુરતમાં ભાઈ બીજના દિવસે જ બનેવીએ કરી સાળાની હત્યા, નજીવી બાબતમાં ગુસ્સે થવું ભારે પડ્યું


પોલીસ ઘટનાસ્થળે

ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી અને અકસ્માત કયા સંજોગોમાં થયો તેની તપાસ શરૂ કરી છે. પોલીસે ટ્રક અને ટેમ્પોને કબજે લઈને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.  

Tags :