ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના, કોંક્રિટ મિલરની અડફેટે બે બાળકોના મોત, ફરાર વાહનચાલકની ધરપકડ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Hit And Run Incident In Bharuch : ભરૂચમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેમાં કોંક્રિટ મિલરની અડફેટે બે બાળકોના મોત નીપજ્યા છે. અકસ્માતના બનાવને લઈને દહેજ પોલીસે વાહનચાલકની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
કોંક્રિટ મિલરની અડફેટે બે બાળકોના મોત
મળતી માહિતી મુજબ, ભરૂચના દહેજ શહેરમાં કડિયાકામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતા માતા-પિતાની 7 બાળકી અને 1 વર્ષનો બાળક સાઈટ પર રમી રહ્યા હતા. આ દરમિયાન કોંક્રિટ મિલર ચાલકે બેદરકારીથી મિલર ચલાવીને બંને બાળકોને ટક્કર મારી હતી.
આ પણ વાંચો: હિટ એન્ડ રન કેસમાં વડોદરા પોલીસે અમદાવાદના કારચાલકને ઝડપી પાડ્યો, મૃતકની ઓળખ બાકી
અકસ્માતના બનાવમાં બંને બાળકોના મોત નીપજ્યા હતા. ઘટના અંગે પરિવારે પોલીસને જાણ કરી હતી. દહેજ પોલીસ ઘટનાસ્થળે પહોંચીને વાહન ચાલક શમપુ રામકુમારની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.








