Gujarat

આજથી હિન્દુ ચાતુર્માસનો પ્રારંભ, તહેવારોની હેલી સર્જાશે, હવે 4 મહિના લગ્નાદિ માંગલિક કાર્યોને બ્રેક

By GS TEAM
6 Jul 20251 min read
TukuTouch Logo
આજે (છઠ્ઠી જુલાઈ) અષાઢ સુદ એકાદશી છે અને તેની સાથે જ હિન્દુ ચાતુર્માસનો પ્રારંભ શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારોની હેલી સર્જશે. હવે બીજી નવેમ્બરે દેવઉઠી એકાદશીના ચાતુર્માસની સમાપ્તિ થશે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજથી હિન્દુ ચાતુર્માસનો પ્રારંભ, તહેવારોની હેલી સર્જાશે, હવે 4 મહિના લગ્નાદિ માંગલિક કાર્યોને બ્રેક

Chaturmas 2025: આજે (છઠ્ઠી જુલાઈ) અષાઢ સુદ એકાદશી છે અને તેની સાથે જ હિન્દુ ચાતુર્માસનો પ્રારંભ શ્રાવણ માસ, રક્ષાબંધન, જન્માષ્ટમી, નવરાત્રિ, દિવાળી સહિતના તહેવારોની હેલી સર્જશે. હવે બીજી નવેમ્બરે દેવઉઠી એકાદશીના ચાતુર્માસની સમાપ્તિ થશે.


દેવપોઢી એકાદશી અને દેવઉઠી એકદાશી વચ્ચેના સમયગાળાને ચાતુર્માસ કહેવામાં આવે છે. શાસ્ત્રો પ્રમાણે દેવપોઢી એકાદશીના રોજ ભગવાન વિષ્ણુ પાતાળ લોકમાં જતા હોવાનું માનવામાં આવે છે. ત્યારબાદ ચાર મહિના સુધી ભગવાન શયન મુદ્રામાં હોય લગ્ન સહિતના શુભ કાર્યો પર રોક મૂકવામાં આવે છે. દિવાળી બાદ આવતી દેવઉઠી એકાદશીએ ભગવાન ફરી પૃથ્વીલોક પર આવવાની સાથે લગ્નસરાની નવી સિઝનનો આરંભ થતો હોવાનું માનવામાં આવે છે. 

આ પણ વાંચો: આજે મોહરમ: અમદાવાદમાં યૌમે આશુરાના જુલુસ નીકળશે, 21 જેટલા રસ્તા બપોરથી રાત સુધી બંધ રહેશે

ચાતુર્માસના ચાર માસ દરમિયાન અનેક ભક્તો દ્વારા નકોરડા ઉપવાસ, ધારણાં- પારણા-એકટાણા જેવા વ્રત રાખવામાં આવે છે. સાધુ પ્રેમવત્સલદાસજીએ જણાવ્યું કે, 'ચાતુમાસમાં ભક્તોએ વિશેષ નિયમ ધારણ કરવા જોઇએ, જે અસમર્થ હોય તેમણે શ્રાવણમાં અવશ્ય વિશેષ નિયમ ધારણ કરવા જ જોઈએ. જેમાં ભગવાનની કથા સાંભળવી-વાંચવી, પંચામૃત સ્નાનથી ભગવાનની મહાપૂજા કરવી, સ્તત્રનો પાઠ કરવો જેવા નિયમનો સમાવેશ થાય છે.'