Gujarat

આજે હિન્દી દિવસ: ગુજરાતના 85 લાખ વિદ્યાર્થી હિન્દીની પરીક્ષા આપી ચૂક્યા છે

By GS TEAM
14 Sep 20252 mins read
TukuTouch Logo
ભારત બહુભાષી દેશ છે ત્યારે વિવિધતામાં એકતા ધરાવતા દેશમાં રાજ્યોની રચનામાં ભાષા મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. દર વર્ષે 14 સપ્ટેમ્બરના દિવસને 'હિન્દી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે આઝાદી પછી સ્વીકૃતિ આપવામાં આવી છે, ત્યારે 1971થી 2025 સુધીમાં ગુજરાતના 85 લાખ વિદ્યાર્થીઓ હિન્દીની પરીક્ષા આપી ચૂક્યા છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આજે હિન્દી દિવસ: ગુજરાતના 85 લાખ વિદ્યાર્થી હિન્દીની પરીક્ષા આપી ચૂક્યા છે

Hindi Diwas 2025: ભારત બહુભાષી દેશ છે ત્યારે વિવિધતામાં એકતા ધરાવતા દેશમાં રાજ્યોની રચનામાં  ભાષા મહત્ત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. દર વર્ષે 14 સપ્ટેમ્બરના દિવસને 'હિન્દી દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. હિન્દીને રાષ્ટ્રભાષા તરીકે આઝાદી પછી સ્વીકૃતિ આપવામાં આવી છે, ત્યારે 1971થી 2025 સુધીમાં ગુજરાતના 85 લાખ વિદ્યાર્થીઓ હિન્દીની પરીક્ષા આપી ચૂક્યા છે.

ગૂજરાત વિદ્યાપીઠમાં હિન્દીની જુદી-જુદી ચાર પરીક્ષા લેવાય છે

ભારતની આઝાદીની લડતમાં મહાત્મા ગાંધીના યોગદાનથી સૌ વિદિત છે. મહાત્મા ગાંધીએ માતૃભાષા, પ્રાદેશિક ભાષા અને ભારતીય ભાષાઓના સંરક્ષણ અને સંવર્ધન માટે માર્ગદર્શન અને પ્રોત્સાહન આપ્યું જરૂર જણ ત્યાં લડત પણ આપી. અંગ્રેજી શિક્ષણનો બહિષ્કાર કરી ભારતીય શિક્ષણ માટે ગાંધીજીએ 1920માં ગૂજરાત વિદ્યાપીઠની સ્થાપના કરી. સ્થાપના સમયેના ધ્યેયોમાં હિન્દી-હિન્દુસ્તાનીના પ્રચારનો સમાવેશ કરાયો છે.

ગૂજરાત વિદ્યાપીઠના કાર્યને અનુસરીને 1944માં કાકા સાહેબ કાલેલકર અને અમૃતલાલ નાણાવટીએ હિન્દી પ્રચારના કાર્યશરૂઆત કરી. ગૂજરાત વિદ્યાપીઠે 1946માં કુલનાયક શ્રી વલ્લભભાઈ પટેલના અધ્યક્ષપદે 'ગુજરાત હિન્દી પ્રચાર સમિતિ'ની રચના કરી હિન્દી પ્રચારના કાર્યનો વિધિવત પ્રારંભ કર્યો.  હિન્દી પ્રચાર સમિતિ દ્વારા હિન્દી બાલપોથી, પહેલી, દૂસરી, તીસરી, વિનીત અને હિન્દી સેવકની પરીક્ષાઓ નિયમિત હાથ ધરવામાં આવે છે જેને સરકાર બઢતીના સંદર્ભમાં માન્ય રાખે છે.

આ પણ વાંચો: 'ઓપરેશન સિંદૂર વ્યર્થ લાગી રહ્યું છે...' ભારત-પાક મેચ અંગે પહલગામ પીડિતોનો આક્રોશ

હાલમાં વર્ષમાં ચાર વખત પરીક્ષાઓ યોજાય છે. ગૂજરાત વિદ્યાપીઠના હિન્દી ભવનનું લોકાર્પણ ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્રપ્રસાદે કર્યું હતું. હિન્દી વિભાગમાં સ્નાતક, અનુસ્નાતક તથા પીએચ.ડી અભ્યાસક્રમો ઉપલબ્ધ છે. શિક્ષણ મહાવિદ્યાલયમાં હિન્દી બી.એડની વ્યવસ્થા પણ છે.