Get The App

કાર ડિવાઈડરમાં ઘૂસી જતાં પતરું ચીરીને લાશો કઢાઈ, 2ના મોત, હિંમતનગર-શામળાજી હાઇવે લોહીયાળ

Updated: Sep 20th, 2025

GS TEAM

Google News
Google News
કાર ડિવાઈડરમાં ઘૂસી જતાં પતરું ચીરીને લાશો કઢાઈ, 2ના મોત, હિંમતનગર-શામળાજી હાઇવે લોહીયાળ 1 - image


Accident on Himmatnagar-Shamlaji Highway:  હિંમતનગર-શામળાજી હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં બે લોકોનાં કરુણ મોત નિપજ્યાં છે અને અન્ય ત્રણને ગંભીર ઈજા થઈ છે. મળતી માહિતી અનુસાર, એક કાર બેકાબૂ થઈને ડિવાઈડરની રેલિંગ સાથે ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભયાનક હતો કે રેલિંગનું પતરું કારમાં ઘૂસી ગયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ, કારમાં કુલ પાંચ લોકો સવાર હતા. અકસ્માત બાદ કારનો કચ્ચરઘાણ વળી ગયો હતો. રેલિંગનું પતરું કારમાં ઘૂસી જતાં અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે રેસ્ક્યુ ઓપરેશન કરવું પડ્યું હતું. પતરું કાપીને મૃતદેહોને બહાર કાઢવા પડ્યા હતા. 

આ પણ વાંચો: ખંભાળિયા-દ્વારકા હાઈવે પર ગમખ્વાર અકસ્માત: રાજકોટના બે યુવાનોના કમકમાટીભર્યા મોત

ઈજાગ્રસ્ત ત્રણેય લોકોને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. પોલીસે ઘટના સ્થળે પહોંચીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. અકસ્માતનું ચોક્કસ કારણ જાણવા વધુ તપાસ ચાલી રહી છે.


Tags :