Get The App

હિંમતનગર: સાબરમતી નદીમાં ખનન કરવા અધિકારીઓ પર હિચકારો હુમલો કરતી ગેંગ પકડાઈ, ગુજસીટોક દાખલ

Updated: Dec 18th, 2025

GS TEAM

Google News
Google News
હિંમતનગર: સાબરમતી નદીમાં ખનન કરવા અધિકારીઓ પર હિચકારો હુમલો કરતી ગેંગ પકડાઈ, ગુજસીટોક દાખલ 1 - image


Sabarmati river mining: સાબરકાંઠા જિલ્લામાંથી પસાર થતી સાબરમતી નદીમાંથી ખનીજચોરી કરતા તત્વોને અટકાવવા માટે અવારનવાર ખાણ-ખનીજ વિભાગના અધિકારીઓ સ્થળ તપાસ કરીને ખનીજચોરોનો ઝડપી લેવા માટે કાર્યવાહી કરતા હતા ત્યારે ખાસ કરીને પ્રાંતિજ તાલુકાના નવાપુરા(સીતવાડા) ના નિકુભા ગેંગના ચાર શખ્સો સરકારી કર્મચારીઓ પર હિચકારો હુમલો કરી ગંભીર પ્રકારના ગુના આચરતા તેમની વિરૂધ્ધ અગાઉ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરીયાદ બાદ તપાસને અંતે સાબરકાંઠા LCBએ બુધવારે નિકુભા ગેંગના ચારેય શખ્સો વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવા માટે ગુજસીટોકની વિવિધ કલમો અંતર્ગત કાર્યવાહી કરીને ચારેયને ઝડપી લેવામાં આવ્યા હતા.

પ્રાંતિજના નવાપુરાના ચારેય શખ્સો ગંભીર ગુના આચરતા હતા

આ અંગે એલસીબીના સુત્રોમાંથી મળતી જણાવાયા મુજબ પ્રાંતિજ તાલુકાના નવાપુરા(સિતવાડા) ગામના નરેન્દ્રસિંહ ઉર્ફે નિકુસિંહ જસવંતસિંહ રાઠોડ,ભવાનસિંહ અભેસિંહ રાઠોડ, દિગ્વિજયસિંહ કરણસિંહ રાઠોડ અને રણજીતસિંહ રતનસિંહ રાઠોડ ધ્વારા અવારનવાર ખનીજચોરી અટકાવવા માટે ખાણ -ખનીજ વિભાગના અધિકારીઓ સાથે ઝઘડો કરી મારામારી કરવાની તથા ખુનની કોશિશ સહિત અન્ય ગંભીર ગુના આચરવામાં આવતા હતા.

આ પણ વાંચો: હિંમતનગર કલેકટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસ દોડતી થઈ, વિવિધ કચેરીઓમાં તપાસ

હુમલો કરનાર નિકુભા ગેંગના ચાર વિરૂધ્ધ ગુજસીટોકનો ગુનો નોંધાયો

જે સંદર્ભે પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં ચારેય વિરૂધ્ધ અત્યાર સુધીમાં 15 ગુના નોંધાઈ ચૂક્યા છે ત્યારે જિલ્લા પોલીસવડાએ સાબરમતી નદીમાંથી ખનીજચોરી કરતા તત્વો સામે સખ્તાઈથી કાર્યવાહી કરવા કરેલા આદેશ બાદ એલસીબીએ બુધવારે નિકુભા ગેંગના ચારેય શખ્સો વિરૂધ્ધ ગુજસીટોક 2015 હેઠળ ગુનો દાખલ કરીને તેમની અટકાયત કરી દેવામાં આવી હતી. જેથી જિલ્લામાં તંત્રની આંખમાં ધૂળ નાંખીને ખનીજચોરી કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો છે.