ગુજરાતના 119 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસાદ
Rain In Gujarat : રાજ્યમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. તેવામાં આજે શનિવારે (30 ઓગસ્ટ) રાજ્યના 119 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ પંચમહાલના હાલોલમાં 9.84 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો.
119 તાલુકામાં વરસાદ
રાજ્યમાં આજે (30 ઓગસ્ટ) સવારના 6 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં 119 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં આણંદના ઉમરેઠમાં 4.72 ઇંચ, મહીસાગરના કડાણામાં 4.33 ઇંચ અને સંતરામપુરામાં 4.13 ઇંચ, આણંદના બોરસદમાં 3 ઇંચ, ભરૂચના નેત્રંગમાં 2.83 ઇંચ, પંચમહાલના ગોધરામાં 2.4 ઇંચ, અરવલ્લીના ભિલોડા, ભરૂચના ઝઘડીયા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મા તાલુકામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો: રાજ્યમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, દક્ષિણ અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ઍલર્ટ
જ્યારે સાબરકાંઠાના ઈડર, નર્મદાના સાગબારા, દાહોદાના લીમખેડા, વડોદરાના સાવલી, સુરતના ઓલપાડ અને કામરેજ સહિત 36 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે.