For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સુંરગકાંડના કેદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવા ગુજરાત હાઇકોર્ટની મંજૂરી

Updated: Nov 25th, 2022

Article Content Image

- કેદીઓને ડિસ્ચાર્જ કરતો સેશન્સ કોર્ટનો હુકમ રદ

અમદાવાદ,તા.25 નવેમ્બર 2022,શુક્રવાર

સાબરમતી જેલમાં સુરંગ ખોદવાના ચકચારભર્યા કેસ(સુરંગકાંડ કેસ)માં ગુજરાત હાઇકોર્ટે તમામ ૨૪ આરોપી કેદીઓ વિરૂધ્ધ કાર્યવાહી કરવાની રાજય સરકારને મંજૂરી આપી છે. આ કેસમાં તમામ ૨૪ કેદીઓને બિનતહોમત છોડી મૂકવાના અમદાવાદ સેશન્સ કોર્ટના હુકમને ગુજરાત હાઇકોર્ટે રદબાતલ ઠરાવ્યો હતો અને સરકારની અરજી મંજૂર રાખતા આ હુકમ કર્યો હતો. 

વર્ષ ૨૦૧૨-૧૩માં સાબરમતી જેલમાં સુરંગ ખોદી ૨૪ કેદીઓ ભાગવા જતાં પકડાયા હતા  

૨૦૦૮માં અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં સીરીયલ બ્લાસ્ટ કેસમાં ૧૪ આરોપીઓને કોર્ટે સજા ફટકારી હતી. તે સહિતના આરોપીઓ સાબરમતી જેલમાં  હતા. આ તમામ કેદીઓએ જેલમાંથી નાસી છૂટવાનું એક ખતરનાક ષડયંત્ર રચ્યું હતુ અને તેના ભાગરૂપે તા.૧૧ ઓકટોબર,૨૦૧૨થી તા.૧૨ ફેબુ્રઆરી-૨૦૧૩ દરમ્યાન સાબરમતી જેલમાં ઉંડી સુરંગ(ટનલ) ખોદી કાઢી હતી. જો કે, ફેબુ્રઆરી-૨૦૧૩ દરમ્યાન જ તેઓ પકડાઇ ગયા હતા અને જેલમાં સુરંગકાંડનો પર્દાફાશ થયો હતો. જેમાં ૨૪ કેદીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી. અમદાવાદ સેશન્સ કોર્ટે તા.૧૬-૪-૨૦૧૬ના હુકમથી સુરંગકાંડના તમામ ૨૪ આરોપીઓને આ કસમાંથી બિનતહોમત છોટી મૂકવા અંગે કરેલા હુકમને પડકારતી રાજય સરકાર દ્વારા હાઇકોર્ટમાં અરજી કરાઇ હતી. હાઇકોર્ટે સરકારની અરજી મંજૂર રાખતાં જણાવ્યું કે, સેશન્સ કોર્ટે આરોપીઓને આ કસેમાંથી ડિસ્ચાર્જ કરવા જેવા ન હતા. કારણ કે, તેઓ જયારે રાજય કેદી હોય તો તેમનો પુરાવો તપાસ્યા વિના તેઓને બિનતહોમત છોડી ના શકાય. સેશન્સ કોર્ટે એટલું જ વિચારવાનું હતુ કે, આરોપી કેદીઓ સામે પ્રથમદર્શનીય કેસ પ્રસ્થાપિત થાય છે નહી. હાઇકોર્ટે સેશન્સ કોર્ટનો હુકમ રદ કરી સરકારની અરજી મંજૂર કરી હતી.

Gujarat