Get The App

ગુજરાતના ખેડૂતો માટે ખાસ: ખાતર અંગેની ફરિયાદ અને રજૂઆત કરવા માટે હેલ્પલાઈન નંબર જાહેર

Updated: Aug 3rd, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતના ખેડૂતો માટે ખાસ: ખાતર અંગેની ફરિયાદ અને રજૂઆત કરવા માટે હેલ્પલાઈન નંબર જાહેર 1 - image
AI Image

Gujarat Farmer : રાજ્યમાં ખેડૂતોને લઈને મહત્ત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે. જેમાં ખાતર અંગેની ફરિયાદ-રજૂઆત માટે ખેતી નિયામકની કચેરી દ્વારા રાજ્ય કક્ષા, જિલ્લા કક્ષા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. ખેડૂતો હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતર વિતરણ સંદર્ભે રજૂઆત કરી શકશે. જેના થકી ખેડૂતો દ્વારા કરાયેલી રજૂઆતને ધ્યાને લઈને તાત્કાલિક નિરાકરણ લાવવા માટે ખેતી નિયામકની કચેરી દ્વારા વિશેષ પહેલ કરવામાં આવી છે. 

ખાતર અંગેની ફરિયાદ-રજૂઆત કરવા માટે હેલ્પલાઈન નંબર જાહેર

રાજ્યમાં ખાતર ઉપલબ્ધિ તેમજ વિતરણ સંદર્ભે સરળતા રહે, ખેડૂતોની રજૂઆત કે મુશ્કેલીઓ ધ્યાને આવે તે માટે ખેતી નિયામકની કચેરી કંટ્રોલ રૂમ કાર્યરત કર્યો છે. જેમાં ખેતી નિયામક કચેરીની દ્વારા રાજ્ય, જિલ્લા અને તાલુકા કક્ષાએ કંટ્રોલ રૂમ હેઠળ ખેડૂતોની સમસ્યાને ધ્યાને લેવાશે અને તેનો ઉકેલા લાવામાં આવશે. જેમાં રાજ્ય કક્ષાના કંટ્રોલ રૂમ દ્વારા 079-23256080 હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો: નર્મદા નદીમાં પૂરના પાણી ઓસર્યા, સરદાર સરોવર ડેમમાં પાણીની આવક ઘટતા 5 દરવાજા બંધ કરાયા

આ ઉપરાંત જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ પણ ખાતર સંદર્ભે રજૂઆત, ઉપલબ્ધિ અને માહિતી માટે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે. રાજ્યના ખેડૂતો આ સાથે આપેલી યાદીમાં જણાવ્યા મુજબના હેલ્પલાઈન નંબર પર સંપર્ક કરીને ખાતરની ઉપલબ્ધતા, વિતરણ કે અન્ય બાબતો અંગે રજૂઆત કરી શકશે. આ હેલ્પલાઈન નંબર સવારે 8 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધી કાર્યરત રહેશે. 

Tags :