વડોદરામાં 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત, જુઓ પોલીસ કમિશનરે શું કહ્યું?
Vadodara News : વડોદરામાં આગામી 15 સપ્ટેમ્બરથી હેલ્મેટ ફરજિયાત કરવામાં આવ્યું છે. જેમાં બાઈક ચાલક અને તેની પાછળ બેસનાર માટે પણ હેલ્મેટ ફરજિયાત કરાયું છે. શહેરમાં હેલ્મેટ ફરજિયાત અંગે પોલીસ કમિશનર નરસિમ્હા કોમરે જાહેરાત કરી છે.
મળતી માહિતી મુજબ, વડોદરામાં હેલ્મેટ આગામી મહિનાથી ફરજિયાત કરવામાં આવ્યું છે. જેને લઈને પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, 'હેલ્મેટની જરૂરિયાત તમારા માટે છે. તમારી પાસે હેલ્મેટ ન હોય, ત્યારે તમને રોકનારી પોલીસ કાંઈ વિલન નથી.' જેથી નાગરિકોએ પોલીસને સહયોગ કરવા અપીલ કરી છે.
રાજ્યમાં માર્ક અક્સમાતની ઘટના સર્જાતી હોય છે. જેમાં હેલ્મેટ ન પહેરવાના કારણે ઘણાં લોકોએ જીવ ગુમાવ્યા છે. એટલે અકસ્માતમાં સુરક્ષા માટે હેલ્મેટ પહેરવુ કાયદા અને આપણા પરિવાર માટે ફાયદાકરક રહેશે.