વિદેશ જવાના શોખીનો સાવધાન! ગુજરાત ATSએ લક્ઝમબર્ગના બોગસ વિઝા કૌભાંડનો કર્યો પર્દાફાશ, 4ની ધરપકડ
Gujarat ATS : ગુજરાત ATSએ બોગસ વિઝા બનાવી લોકોને છેતરતી એક મોટી ગેંગનો પર્દાફાશ કર્યો છે. ATSએ આ મામલે ચાર આરોપીઓની ધરપકડ કરી છે. જે યુરોપના દેશોના નકલી વિઝા બનાવીને લોકો પાસેથી લાખો રૂપિયા પડાવતા હતા.
ઝડપાયેલા આરોપીઓમાં મયંકર ભારદ્વાજ, મનીષ પટેલ, તેજેન્દ્ર ગજ્જર અને તબરેજ કાશ્મીરનો સમાવેશ થાય છે. આ ગેંગે મુખ્યત્વે લક્ઝમબર્ગના બોગસ વિઝા બનાવીને 43 જેટલા લોકોને છેતર્યા હોવાનું સામે આવ્યું છે. આરોપીઓ દરેક વ્યક્તિ પાસેથી 8થી 10 લાખ રૂપિયા વસૂલતા હતા.
ગુજરાત ATSએ આ અંગે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે. આ કૌભાંડમાં અન્ય કોઈ લોકો સામેલ છે કે કેમ, તે દિશામાં પણ તપાસ કરવામાં આવી રહી છે. આ ઝડતી બાદ અન્ય બોગસ વિઝા કૌભાંડોનો પણ પર્દાફાશ થવાની શક્યતા છે.