Get The App

સૌરાષ્ટ્ર-દ. ગુજરાત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ, આજે 195 તાલુકા જળબંબાકાર

Updated: Jun 17th, 2025

GS TEAM

Google News
Google News
સૌરાષ્ટ્ર-દ. ગુજરાત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ, આજે 195 તાલુકા જળબંબાકાર 1 - image


Rain in Gujarat: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ગુજરાતમાં આજે (17 જૂન) સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 195 તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. સૌથી વધુ બોટાદના બરવાળામાં 7 ઇંચ અને સુરેન્દ્રનગરના સાયલામાં 6.3 ઇંચ વરસાદ પડ્યો હતો. જ્યારે રાજ્યના 44 તાલુકામાં 1થી 6 ઇંચ સુધીનો વરસાદ, 151 તાલુકામાં 1 ઇંચથી ઓછો વરસાદ નોંધાયો છે.

મુળીમાં 5.31 ઇંચ, ભાવનગરના ઉમરાળામાં 4.76 ઇંચ, બોટાદમાં 5.43 ઇંચ, થાનગઢમાં 4.76 ઇંચ, વલ્લભીપુર 4.53 ઇંચ, ચુડામાં 3.78 ઇંચ, રાણપુરમાં 3.58 ઇંચ, ધંધુકામાં 3.23 ઇંચ, પેટલાદમાં 2.91 ઇંચ, ખંભાતમાં 2.83 ઇંચ, બોરસદમાં 3.19 ઇંચ, ધોલેરામાં 2.56 ઇંચ, સિહોરમાં 2.52 ઇંચ, જોડાયામાં 4.37 ઇંચ અને હળવદમાં 2.48 ઇંચ વરસાદ વરસ્યો છે.

બોટાદમાં વરસાદ બાદની સ્થિતિ

• બોટાદમાં બરવાળા તાલુકાના વાઢેળા-નાવડા રોડ પરનો પુલ નદીના પાણીના પ્રવાહથી તૂટ્યો
• બોટાદના બરવાળા ઉતાવળી નદી પુલ પર ધંધુકા તરફ જવાનો વાહન વ્યવહાર કરાયો બંધ : ઉતાવળી નદીના પુલ પર બે કાંઠે વહી રહ્યું છે પાણી
• બોટાદના બરવાળા તાલુકાના ​ખાંભડા ડેમની સ્થિતિ પર વહીવટી તંત્રની નજર : અસરગ્રસ્તોને પાવન સ્કૂલ ખાતે આશ્રય આપવામાં આવ્યો

સૌરાષ્ટ્ર-દ. ગુજરાત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ, આજે 195 તાલુકા જળબંબાકાર 2 - image

આ પણ વાંચો: ગુજરાતમાં 23 જૂન સુધી અતિભારે વરસાદની આગાહી, અમદાવાદ-ભાવનગર સહિત આ જિલ્લામાં રેડ ઍલર્ટ

સૌરાષ્ટ્ર-દ. ગુજરાત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ, આજે 195 તાલુકા જળબંબાકાર 3 - image

આ પણ વાંચો: સૌરાષ્ટ્રમાં મેઘરાજા મહેરબાન: શેત્રુંજી ડેમ છલોછલ, અમરેલીના 5 ડેમ પણ ઓવરફ્લો

સૌરાષ્ટ્ર-દ. ગુજરાત સહિતના વિસ્તારમાં ધોધમાર વરસાદ, આજે 195 તાલુકા જળબંબાકાર 4 - image

આ પણ વાંચો: દિલધડક દ્રશ્યો: ભાવનગરના મગલાણા ગામે પાણીમાં ફસાયેલા લોકોને બચાવવા PI ખુદ દોરડું બાંધીને પાણીમાં કૂદી પડ્યા

Tags :