બનાસકાંઠામાં ભારે વરસાદ: અમીરગઢમાં મકાન ધરાશાયી થતાં આધેડ મહિલાનું મોત
Amirgadh News : મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે બનાસકાંઠાના સુઈગામ, અમીરગઢ સહિત અનેક તાલુકામાં ધોધમાર વરસાદ ખાબક્યો છે. જેમાં આજે રવિવારે (7 સપ્ટેમ્બર) અમીરગઢ તાલુકાના ધનપુરા વિરમપુર ગામમાં ભારે વરસાદના કારણે એક કાચુ મકાન ધરાશાયી થતાં એક અધેડ મહિલાનું મોત નીપજ્યું હતું.
મકાન ધરાશાયી થતાં આધેડ મહિલાનું મોત
મળતી માહિતી મુજબ, અમીરગઢ તાલુકામાં છેલ્લા બે દિવસથી વર્ષી રહેલા ભારે વરસાદના કારણે ચારેયકોર પાણી-પાણીના દ્રશ્ય સર્જાયા છે. જ્યારે અનેક જગ્યાએ પાણી ભરાયા હોવાનું સામે આવ્યું છે. ધોધમાર વરસાદના કારણે ધનપુરા વિરમપુર ગામમાં એક કાચુ મકાન ધરાશાયી થયું હતું. આ દુર્ઘટનામાં મકાનના કાટમાળ નીચે દબાઈ જવાથી પુનીબહેન કાનાભાઈ રાઠોડ નામની આધેડ મહિલાનું કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં સ્થાનિકો દોડી આવ્યા હતા અને કાટમાળમાં ફસાયેલા આધેડ મહિલાને બહાર કાઢવામાં આવ્યા હતા. જોકે, આધેડ મહિલાને બહાર કાઢયો તો મહિલાનું મૃત્યું નીપજ્યું હોવાનું જણાયું હતું.