ગુજરાતના 19થી વધુ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ, આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી
Rain forecast : ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 27 ઓગસ્ટ સુધી ભારે વરસાદને લઈને એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં આવતીકાલે (22 ઓગસ્ટ) 19 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કર્યુ છે. ચાલો જાણીએ ક્યાં-કેવો રહેશે વરસાદી માહોલ.
હવામાન વિભાગ મુજબ, આવતીકાલે શુક્રવારે (22 ઓગસ્ટ) કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, સુરેન્દ્રનગર, ખેડા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ખેડા, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.
23-24 ઓગસ્ટની આગાહી
રાજ્યમાં આગામી 23-24 ઓગસ્ટ દરમિયાન 15 થી વધુ જિલ્લામાં ઓરેન્જ-યલો એલર્ટ જાહેર કર્યુ છે. જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, ખેડા, અમદાવાદ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.
25-26 ઓગસ્ટની આગાહી
આગામી 25-26 ઓગસ્ટ દરમિયાન સુરેન્દ્રનગર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટા ઉદેપુર, પંચમહાલ, વડોદરા, આણંદ, નર્મદા, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, સુરત, ભરૂચ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદનું એલર્ટ છે.
આ પણ વાંચો: જૂનાગઢમાં વરસાદની ધડબડાટીઃ ઘેડ પંથકમાં પૂરના કારણે 35 ગામ સંપર્ક વિહોણા, એક નું મોત
27 ઓગસ્ટની આગાહી
27 ઓગસ્ટે કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, સાબરકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.