Gujarat

ગુજરાતમાં આગામી 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, આજે 7 જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યભરમાં થશે જળબંબાકાર

By GS TEAM
22 Jun 20252 mins read
TukuTouch Logo
રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 28 જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આજે રવિવારે (22 જૂન) રાજ્યના તમામ જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં આજે બનાસકાંઠા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ એમ 7 જિલ્લામાં રેડ ઍલર્ટ છે. ચાલો જાણીએ કયા-કેવો રહેશે વરસાદી માહોલ.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આગામી 6 દિવસ અતિભારે વરસાદની આગાહી, આજે 7 જિલ્લામાં રેડ ઍલર્ટ, રાજ્યભરમાં થશે જળબંબાકાર

Rain In Gujarat: રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 28  જૂન સુધી રાજ્યભરમાં ધોધમાર વરસાદની આગાહી કરી છે. આજે રવિવારે (22 જૂન) રાજ્યના તમામ જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યુ છે. જેમાં આજે બનાસકાંઠા, રાજકોટ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, નવસારી અને વલસાડ એમ 7 જિલ્લામાં રેડ ઍલર્ટ છે. ચાલો જાણીએ કયા-કેવો રહેશે વરસાદી માહોલ. 

6 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગની આગાહી મુજબ, આજે રવિવારે (22 જૂન) કચ્છ, મોરબી, સુરેન્દ્રનગર, જામનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ખેડા, આણંદ, ભરૂચ, સુરત, પંચમહાલ, દાહોદ, તાપી, ડાંગ જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે વડોદરા, છોટા ઉદેપુર અને નર્મદા જિલ્લામાં યલો ઍલર્ટને લઈને ધોધમાર વરસાદ થવાની શક્યતા છે.


23 જૂનની આગાહી

23 જૂને અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, બોટાદ, અરવલ્લી, મહીસાગર, દાહોદ, વડોદરા, આણંદ, ભરૂચ, પંચમહાલ જિલ્લામાં અતિભારે અને બનાસકાંઠા, સાબરકાંઠા, તાપી, સુરત, ડાંગ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, રાજકોટ, ગીર સોમનાથ, જૂનાગઢ, છોટા ઉદેપુર, નર્મદા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

24 જૂનની આગાહી

24 જૂનના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના સહિતના 16 જિલ્લામાં મેઘગર્જના સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, વડોદરા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

આ પણ વાંચો: ગુજરાત ગ્રામ પંચાયત ચૂંટણી LIVE : મતદાતાઓની લાંબી કતારો વચ્ચે શાંતિપૂર્ણ મતદાન, ભાવનગરમાં બોગસ મતદાનનો આરોપ

25 જૂનની આગાહી 

25 જૂને અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, સાબરકાંઠા, વડોદરા, સુરત, તાપ, ડાંગ, નર્મદા અને ભરૂચ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે આગામી 26 થી 28 જૂન સુધીમાં રાજ્યભરમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને પગલે હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યુ છે.