Gujarat

આગામી ત્રણ કલાક ગુજરાતના 3 જિલ્લામાં રેડ ઍલર્ટ, 29 જૂન સુધી ભારે વરસાદની આગાહી

By GS TEAM
23 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે સોમવારે (23 જૂન) 30 જિલ્લામાં ભારે અને અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

આગામી ત્રણ કલાક ગુજરાતના 3 જિલ્લામાં રેડ ઍલર્ટ, 29 જૂન સુધી ભારે વરસાદની આગાહી

Rain In Gujarat : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી 29 જૂન સુધી ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં આજે સોમવારે (23 જૂન) 30 જિલ્લામાં ભારે અને અતિભારે વરસાદને લઈને યલો-ઑરેન્જ ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 


3 જિલ્લામાં રેડ ઍલર્ટ

આજે 23 જૂને સાંજે 10 વાગ્યાના  Nowcast મુજબ આગામી 3 કલાક એટલે કે રાત્રે 1 વાગ્યા સુધીમાં સુરેન્દ્રનગર, બોટાદ અને રાજકોટ જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે મંગળવારે (24 જૂન) ગાંધીનગર, અમદાવાદ, બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, આણંદ, પંચમહાલ, ખેડા, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

25-26 જૂનની આગાહી

25 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને 26 જૂને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ છે. 

આ પણ વાંચો: ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ: 10 જળાશયો છલકાતા હાઈ ઍલર્ટ, જાણો સરદાર સરોવર ડેમની સ્થિતિ


27થી 29 જૂનની આગાહી 

27 જૂનના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે. જ્યારે 28-29 જૂનના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.