Gujarat

ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 13થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ

By GS TEAM
29 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે આજે (29 જૂન) રાજ્યના 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 93 રોડ વાહન-વ્યવહાર માટે બંધ રહેશે. હવામાન વિભાગે આગામી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં આગામી 6 દિવસ ભારે વરસાદની આગાહી, 13થી વધુ જિલ્લામાં યલો ઍલર્ટ

Gujarat Rain Forecast : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે, ત્યારે આજે (29 જૂન) રાજ્યના 160 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યારે રાજ્યના 93 રોડ વાહન-વ્યવહાર માટે બંધ રહેશે. હવામાન વિભાગે આગામી 5 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદની આગાહીને લઈને માછીમારોને દરિયો ન ખેડવા સુચના આપવામાં આવી છે. ચાલો જાણીએ આગામી 6 દિવસ કેવો રહેશે વરસાદી માહોલ. 

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે સોમવારે (30 જૂન) અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, આણંદ, વડોદરા, ભરૂચ, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

1-2 જુલાઈની આગાહી

આગામી 1-2 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, તાપી, ડાંગ, સુરત, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. 

3 જુલાઈની આગાહી

3 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, સુરત, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, વડોદરા, ભરૂચ, નર્મદા, તાપી, ડાંગ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યુ છે. 

આ પણ વાંચો: અમદાવાદના આંબાવાડીમાં એપાર્ટમેન્ટની પાણીની ટાંકી ધરાશાયી, 10થી વધુ લોકોને રેસ્ક્યૂ કરાયા

4-5 જુલાઈની આગાહી

આગામી 4 જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, વડોદરા, નર્મદા, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ અને 5 જુલાઈના રોજ કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી છે.