Gujarat

ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ

By GS TEAM
4 Jul 20252 mins read
TukuTouch Logo
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે (4 જુલાઈ) 120થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરત, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 6 દિવસ 10થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતમાં 6 દિવસ ભારે વરસાદની આગાહી, 10થી વધુ જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ

Rain Forecast : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે (4 જુલાઈ) 120થી વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરત, બનાસકાંઠા, દેવભૂમિ દ્વારકા સહિતના વિસ્તારોમાં સારો એવો વરસાદ વરસ્યો છે. તેવામાં હવામાન વિભાગે આગામી 6 દિવસ 10થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ જાહેર કર્યું છે.  


હવામાન વિભાગના Nowcast મુજબ, આજે (4 જુલાઈ) સાંજે 10 વાગ્યાથી આગામી ત્રણ કલાક એટલે કે 1 વાગ્યા સુધીમાં કચ્છ, પાટણ અને બનાસકાંઠા જિલ્લામાં રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. 

10થી વધુ જિલ્લામાં ભારે વરસાદનું ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી મુજબ, આવતીકાલે શનિવારે (5 જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં અતિભારે વરસાદનું ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

6-7 જુલાઈની આગાહી

રાજ્યમાં આગામી 6-7 જુલાઈના રોજ નવસારી અને વલસાડ જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને અમરેલી, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ચોમાસુ પૂરજોશમાં: સુરતના પલસાણામાં 3.50 ઇંચ વરસાદ, 6 જિલ્લામાં 3 કલાક માટે રેડ ઍલર્ટ

8 થી 10 જુલાઈની આગાહી

8 જુલાઈએ અમરેલી, ભાવનગર, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, વલસાડ, છોટા ઉદેપુર, દાહોદ, 9 જુલાઈએ નવસારી અને વલસાડ અને 10 જુલાઈએ સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે.