Gujarat

ગુજરાત પર શક્તિ વાવાઝોડાના સંકટ વચ્ચે ફરી ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં ઍલર્ટ

By GS TEAM
4 Oct 20252 mins read
TukuTouch Logo
અરબ સાગરમાં વાવાઝોડું 'શક્તિ' (Cyclone Shakti) સક્રિય થયું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ મુજબ, વાવાઝોડું શક્તિ આગામી 6 ઓક્ટોબરથી ગુજરાત તરફ યુ-ટર્ન લે તેવી શક્યતા છે. ગુજરાત પર 'શક્તિ' વાવાઝોડાના સંકટ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ મુંબઈ અને ગુજરાત સહિતના જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાત પર શક્તિ વાવાઝોડાના સંકટ વચ્ચે ફરી ભારે વરસાદની આગાહી, 6 જિલ્લામાં ઍલર્ટ

Cyclone Shakhti : અરબ સાગરમાં વાવાઝોડું 'શક્તિ' (Cyclone Shakti) સક્રિય થયું છે, ત્યારે ભારતીય હવામાન વિભાગ મુજબ, વાવાઝોડું શક્તિ આગામી 6 ઑક્ટોબરથી ગુજરાત તરફ યુ-ટર્ન લે તેવી શક્યતા છે. ગુજરાત પર 'શક્તિ' વાવાઝોડાના સંકટ વચ્ચે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. તેમજ મુંબઈ અને ગુજરાત સહિતના જિલ્લામાં ઍલર્ટ જાહેર કર્યું છે. 

6 જિલ્લામાં યલો ઍલર્ટ

હવામાન વિભાગ મુજબ, 'શક્તિ' વાવાઝોડાની અસરને લઈને આગામી 8-9 ઑક્ટોબરના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે. જેમાં 8 ઑક્ટોબરે જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, સુરત, નવસારી, વલસાડ અને 9 ઑક્ટોબરે વલસાડ જિલ્લામાં ભારે વરસાદને લઈને હવામાન વિભાગે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 


જ્યારે આગામી 10 ઑક્ટોબર સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ અને 30-40 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.

માછીમારોને દરિયો ન ખેડવા સૂચના

શક્તિ વાવાઝોડાની સ્થિતિમાં ભારે પવનને લઈને હવામાન વિભાગે માછીમારોને આગામી પાંચ દિવસ સુધી દરિયો ન ખેડવા સખ્ત સૂચના આપવામાં આવી છે. 

આ પણ વાંચો: ગુજરાતના માથે 'શક્તિ' વાવાઝોડાનું સંકટ: રાજ્યના 2 બંદર પર 3 નંબરનું સિગ્નલ, જાણો ક્યાં અને ક્યારે ટકરાશે

'શક્તિ' વાવાઝોડું હાલમાં ગુજરાતના દ્વારકાથી 510 કિલોમીટરના અંતરે છે.  તે હજુ પણ છેલ્લા 6 કલાકથી 13 કિ.મી. પ્રતિકલાકની ઝડપે જ આગળ વધી રહ્યું છે. જો કે, આ પહેલાં આ વાવાઝોડું મુંબઈ, રાયગઢ, ઢાણેસ સિંધુદુર્ગ, રત્નાગિરી અને પાલઘરમાં ભયાનક તબાહી મચાવી શકે છે. હાલ, વાવાઝોડાના કારણે પોરબંદરના દરિયામાં કરંટ જોવા મળ્યો છે, જેના કારણે તંત્ર દ્વારા 3 નંબરનું સિગ્નલ શરુ કરવામાં આવ્યું છે. 

સાયક્લોનિકનું 'શક્તિ' નામ કઈ રીત પડ્યું?

સાયક્લોનિકના નામ રાખવાની એક ખાસ પ્રક્રિયા છે. જેમાં બંગાળની ખાડી અને અરબ સાગરમાંથી આવતા તૂફાનોના નામ રાખવાની સિસ્ટમ વર્ષ 2024માં શરુ થઈ હતી. આ સિસ્ટમમાં ભારત, બાંગ્લાદેશ, માલદીવ, મ્યાનમાર, ઓમાન, પાકિસ્તાન, શ્રીલંકા અને થાઇલૅન્ડ જેવા દેશ સામેલ છે. સાયક્લોનિક 'શક્તિ'નું નામ શ્રીલંકા દ્વારા અપાયું છે. આ એક તમિલ શબ્દ છે જેનો મતલબ 'તાકાત' અથવા 'Power' થાય છે. વાવાઝોડાના નામ રાખતી વખતે કેટલાક નિયમોનું પાલન કરવામાં આવે છે. જેમ કે, નામ અપમાનજનક ન હોવું જોઈએ. નામ ટૂંકું અને સરળ હોવું જોઈએ. એક વાર ઉપયોગ થઈ ગયા પછી તે નામનો ફરીથી ઉપયોગ ન કરવો જોઈએ, વગેરે.