Gujarat

ગુજરાતના 3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 22 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર

By GS TEAM
4 Jul 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા,ભાવનગર અને સુરતમાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરાયું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

ગુજરાતના 3 જિલ્લામાં અતિ ભારે વરસાદની આગાહી, 22 જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ જાહેર

Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા,ભાવનગર અને સુરતમાં વરસાદનું રેડ ઍલર્ટ જાહેર કરાયું છે. 

હવામાન વિભાગની આગાહી

ચોથી જુલાઈની આગાહી

રેડ ઍલર્ટ:  દેવભૂમિ દ્વારકા,ભાવનગર અને સુરત.

ઑરેન્જ ઍલર્ટઃ કચ્છ, સાબરકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમાહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરુચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટ.

યલો ઍલર્ટઃ મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, મહેસાણા, ખેડા અને આણંદ.


પાંચમી જુલાઈની આગાહી

પાંચમી જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

આ પણ વાંચો: જામનગરના લાલપુરમાં આકાશી વીજળી પડતાં બે યુવાનના મોત, પરિવાર પર આભ ફાટ્યું

છઠ્ઠી જુલાઈની આગાહી

છઠ્ઠી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

સાતમીથી નવમી જુલાઈની આગાહી

રાજ્યમાં આગામી સાતમીથી નવમી જુલાઈ સુધીમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.