Gujarat

સાબરકાંઠામાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં, તલોદમાં 5 ઈંચ, પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

By GS TEAM
27 Jul 20252 mins read
TukuTouch Logo
શ્રાવણ માસની શરૂઆત સાથે ગુજરતામાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. રવિવારે (27મી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. સાબરકાંઠાના જિલ્લામાં તલોદમાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પ્રાંતિજમાં 4 ઈંચ અને હિંમતનગરમાં 2 ઈંચ વરસાદ છે. ભારે વરસાદથી રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.

Summarized by AI; it may make mistakes. Check important info

સાબરકાંઠામાં મેઘરાજા મનમૂકીને વરસ્યાં, તલોદમાં 5 ઈંચ, પ્રાંતિજમાં 4 ઈંચ વરસાદ ખાબક્યો

Rain In Sabarkantha: શ્રાવણ માસની શરૂઆત સાથે ગુજરતામાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો છે. રવિવારે (27મી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને અમદાવાદ જિલ્લાના અનેક વિસ્તારોમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા હતા. સાબરકાંઠાના જિલ્લામાં તલોદમાં છેલ્લા 24 કલાકમાં 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે પ્રાંતિજમાં 4 ઈંચ અને હિંમતનગરમાં 2 ઈંચ વરસાદ છે. ભારે વરસાદથી રસ્તાઓ પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. 



દાહોદ, અરવલ્લી અને અમદાવાદમાં ધોધમાર વરસાદ

દાહોદ શહેર અને જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. દાહોદના રળિયાતી, પુંસરી, જાલત, રામપુરા, છાપરી, ગલાલીયાવાડ અને રાબડાલ સહિતના ગામડાઓમાં વરસાદથી પાણી-પાણી થઈ ગયા હતા. લીમખેડા, દુધિયા, પાલ્લી, ઘુમણી અને સિંગાપુર જેવા વિસ્તારોમાં પણ સારો વરસાદ નોંધાયો હતો, 

અમદાવાદમાં મોડી રાતથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે. શહેરના પ્રહલાદનગર, આનંદનગર, એસજી હાઇવે, શિવરંજની, થલતેજ, શીલજ, બોપલ, ઇસનપુર, સીટીએમ, અને ઘોડાસર સહિતના વિસ્તારોમાં પણ વરસાદ પડ્યો છે.  

અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં મેઘરજ અને માલપુર તાલુકામાં મેઘરાજાની જોરદાર બેટિંગ જોવા મળી હતી. માલપુરના મોરડુંગરી, સોમપુર અને જેશીંગપુર જેવા ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદ નોંધાયો હતો.

આ પણ વાંચો: 6 જિલ્લામાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ, અમદાવાદ સહિત ગુજરાતના અનેક જિલ્લામાં મેઘમહેર

આજે ત્રણ જિલ્લામાં રેડ ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર, રાજ્યમાં રવિવારે (27મી જુલાઈ) સાબરકાંઠા, અરવલ્લી અને મહીસાગર જિલ્લામાં રેડ એલર્ટ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સુરેન્દ્રનગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, નવસારી, વલસાડ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને અમદાવાદ, ગાંધીનગર, આણંદ, ખેડા, વડોદરા, ભરુચ, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે.

28મી જુલાઈની આગાહી

28 જુલાઈએ બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં અતિભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ અને અન્ય 21 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જેમાં પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, નવસારી, વલસાડ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે.