Gujarat

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! 4 કલાકમાં 4 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

By GS TEAM
25 Jun 20252 mins read
TukuTouch Logo
ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. જોકે, અમુક વિસ્તારોમાં મેઘરાજા કહેર થઈને વરસી રહ્યા છે. છેલ્લાં બે દિવસથી અતિ ભારે વરસસાદના કારણે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓની સ્થિતિ કફોડી બની હતી. સુરત અને તાપીના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. જોકે, હજુ સુધી વરસાદ ખમૈયા કરવા તૈયાર નથી. આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત્ રહ્યો છે. નર્મદા અને તાપી જિલ્લામાં તો ચાર કલાકમાં જ ચાર ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.

Summarized by AI; it may make mistakes. Check important info

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ! 4 કલાકમાં 4 ઇંચ વરસાદ, અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા

Gujarat Rain Update: ગુજરાતમાં છેલ્લાં 15 દિવસથી મેઘમહેર જોવા મળી રહી છે. જોકે, અમુક વિસ્તારોમાં મેઘરાજા કહેર થઈને વરસી રહ્યા છે. છેલ્લાં બે દિવસથી અતિ ભારે વરસસાદના કારણે દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓની સ્થિતિ કફોડી બની હતી. સુરત અને તાપીના અનેક વિસ્તારો બેટમાં ફેરવાયા હતા. જોકે, હજુ સુધી વરસાદ ખમૈયા કરવા તૈયાર નથી. આજે પણ દક્ષિણ ગુજરાતમાં વરસાદ યથાવત્ રહ્યો છે. નર્મદા અને તાપી જિલ્લામાં તો ચાર કલાકમાં જ ચાર ઇંચ વરસાદ પડી ચૂક્યો છે.


ચાર કલાકમાં ચાર ઇંચથી વધુ વરસાદ

બુધવારે (25 જૂન) પણ દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, છેલ્લાં ચાર કલાકમાં નર્મદા અને તાપી જિલ્લામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે. જેના કારણે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે અને લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 


આ પણ વાંચોઃ રથયાત્રાને લઈને આવતી કાલે રાત્રે 12 વાગ્યાથી બંધ થઈ જશે આ રસ્તાઃ અમદાવાદ પોલીસે જાહેર કર્યા 'નો પાર્કિંગ ઝોન'

દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ

હવામાન વિભાગે બુધવારે (25 જૂન) સવારે 6 વાગ્યાથી 10 વાગ્યા સુધીના વરસાદના આંકડા જાહેર કર્યા છે. જેમાં નર્મદા અને તાપી જિલ્લામાં 4 કલાકમાં 4.09 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય સુરતમાં પણ મેઘરાજાએ પોતાનો કહેર વર્તાવ્યો છે. ચાર કલાકમાં સુરતમાં 3.94 ઇંચ વરસાદ નોંધાયો છે. 


ઉત્તર ગુજરાતમાં કેવી છે સ્થિત? 

જોકે, દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર ગુજરાતમાં પણ મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. મહીસાગર જિલ્લામાં 4 કલાકમાં 3.82 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સિવાય દાહોદમાં પણ અઢી ઇંચ ઉપર વરસાદ નોંધાયો છે. 


આ પણ વાંચોઃ અમદાવાદમાં ચંડોળા કિનારે બેરલ માર્કેટમાં ભીષણ આગ રોડ સુધી ફેલાઈ, રસ્તો બંધ કરવો પડ્યો

અમદાવાદ-ગાંધીનગરમાં ઝરમર વરસાદ

જોકે, આજે અમદાવાદ અને ગાંધીનગરમાં વહેલી સવારે ઝરમર વરસાદ વરસ્યો હતો. જોકે, ત્યારબાદ વાતાવરણમાં ઉઘાડ જોવા મળ્યો હતો. હવામાન વિભાગના આંકડા અનુસાર, સવારે 6થી 10 વાગ્યા સુધીમાં અમદાવાદ અને ગાંધીનગર જિલ્લામાં 0.8 ઇંચ વરસાદ નોંધાયો હતો. 


25થી 29 જૂનની આગાહી

25 જૂને ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, વડોદરા, પંચમહાલ, દાહોદ, છોટા ઉદેપુર અને 26 જૂને નવસારી, વલસાડ, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ જિલ્લામાં યલો ઍલર્ટ છે. 27 જૂનના રોજ કચ્છ, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, નવસારી, ડાંગ, તાપી, નર્મદા, છોટા ઉદેપુર, પંચમહાલ, દાહોદ જિલ્લામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદની આગાહી છે. જ્યારે 28-29 જૂનના દિવસે રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં મેઘગર્જના સાથે ભારે વરસાદને પગલે યલો ઍલર્ટ જાહેર કર્યુ છે.