MSUમાં આર્થિક રીતે નબળા 1552 વિદ્યાર્થીઓને 91.27 લાખની સ્કોલરશિપ અપાઈ
Vadodara M S University : એમ.એસ.યુનિવર્સિટીમાં 2025-26નું શૈક્ષણિક વર્ષ શરૂ થયા બાદ 2024-25ના વર્ષની સ્કોલરશિપની રકમ વિદ્યાર્થીઓના બેન્ક એકાઉન્ટમાં જમા થઈ રહી છે. સ્કોલરશિપ આપવા માટેની પ્રક્રિયા શરૂ કરવામાં થયેલા વિલંબના કારણે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ પણ વિલંબથી મળી છે.
સત્તાધીશોએ જાહેર કરેલા આંકડા અનુસાર 2024-25ના વર્ષમાં આર્થિક રીતે નબળા 1552 વિદ્યાર્થીઓને 91.27 લાખ રૂપિયા સ્કોલરશિપ આપવામાં આવી છે. જેમાં 809 બોયઝ અને 743 ગર્લ્સનો સમાવેશ થાય છે.
યુનિવર્સિટી દ્વારા 2012થી શરૂ કરવામાં આવેલી આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા વિદ્યાર્થીઓને તેમણે ભરેલી ફી અંશતઃ અથવા પૂરેપૂરી પાછી આપવામાં આવે છે.
યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સંખ્યાની દ્રષ્ટિએ કોમર્સ ફેકલ્ટી સૌથી મોટી છે એટલે સૌથી વધારે 36.63 લાખની સ્કોલરશિપ કોમર્સ ફેકલ્ટીના 649 વિદ્યાર્થીઓને મળી છે. 16.33 લાખની સ્કોલરશિપ સાથે ટેકનોલોજી ફેકલ્ટીના વિદ્યાર્થીઓ બીજા ક્રમે છે. સ્કોલરશિપ મેળવનારા 352 વિદ્યાર્થીઓ હાયર પેમેન્ટ કોર્સના છે. 1200 વિદ્યાર્થીઓ રેગ્યુલર કોર્સના છે.
જેમણે માતા અથવા પિતા ગુમાવ્યા છે તેવા 69 વિદ્યાર્થીઓને તેમજ એક પ્રજ્ઞાચક્ષુ વિદ્યાર્થીઓને 100 ટકા સ્કોલરશિપ આપવામાં આવી છે. ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલર પ્રો.ધનેશ પટેલે કહ્યું હતું કે, આ વર્ષે સ્કોલરશિપ આપવાની પ્રક્રિયા ઓક્ટોબર કે નવેમ્બરમાં જ શરૂ કરી દેવાશે. જેથી વિદ્યાર્થીઓને શૈક્ષણિક વર્ષ પૂરું થાય તે પહેલા આર્થિક સહાય મળી જશે.
ફેકલ્ટી પ્રમાણે સ્કોલરશિપ
આર્ટસ |
4.49 લાખ |
કોમર્સ |
36.63 લાખ |
એજ્યુકેશન |
2.94 લાખ |
હોમસાયન્સ |
4.44 લાખ |
ફાઈન આર્ટસ |
1.29 લાખ |
જર્નાલિઝમ |
31000 |
લો |
1.47 લાખ |
મેનેજમેન્ટ |
57000 |
મેડિસિન |
4.09 લાખ |
પાદરા કોલેજ |
1.94 લાખ |
ફાર્મસી |
83695 |
પોલીટેકનિક |
3.55 લાખ |
સાયન્સ |
8.71 લાખ |
સોશ્યલ વર્ક |
1.53 લાખ |
ટેકનોલોજી |
16.33 લાખ |