Get The App

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 4 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલી મેઘમહેર

Updated: Aug 21st, 2025

GS TEAM

Google News
Google News
છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 4 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલી મેઘમહેર 1 - image


Gujarat Weather Update: ગુજરાતમાં ચોમાસાએ ફરી એકવાર જોર પકડ્યું છે અને એકસાથે પાંચ વરસાદી સિસ્ટમ્સ સક્રિય થતા રાજ્યના ઘણા વિસ્તારોમાં મુશળધાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 226 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. જેમાં સૌથી વધુ જૂનાગઢના મેંદરડામાં 13.31 ઈંચ નોંધાયો છે. જ્યારે કેશોદમાં 11.22 ઈંચ, વંથલીમાં 10.29 ઈંચ, પોરબંદરમાં 10.24 ઈંચ, ગણદેવીમાં 9.21 ઈંચ, માણાવદરમાં 8.23 ઈંચ, ચિખલીમાં 7.83 ઈંચ, કપરાડામાં 7.83 ઈંચ, કુતિયાણામાં 6.93 ઈંચ, રાણાવાવમાં 6.69 ઈંચ, ડોલવણમાં 6.61 ઈંચ, નવસારીમાં 5.98 ઈંચ, જલાલપોરમાં 5.79 ઈંચ, વરસાદ નોંધાયો હતો.  જ્યારે 103 તાલુકામાં 1 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 4 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલી મેઘમહેર 2 - image

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 4 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલી મેઘમહેર 3 - image

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 4 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલી મેઘમહેર 4 - image

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 4 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલી મેઘમહેર 5 - image

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 4 તાલુકામાં 10 ઈંચથી વધુ વરસાદ, જાણો ક્યાં કેટલી મેઘમહેર 6 - image

21મી-22મી ઓગસ્ટની આગાહી

આગામી 23 ઓગસ્ટ સુધી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે, ત્યારે 21-22 ઓગસ્ટના રોજ રાજ્યના 26 જિલ્લામાં ધોધમાર વરસાદની શક્યતા છે. જેમાં દેવભૂમિ દ્વારકા, જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી, વલસાડ, કચ્છ, પાટણ, મહેસાણા, રાજકોટ, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, મોરબી, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, આણંદ, ખેડા જિલ્લામાં ગાજવીજ સાથે ભારે અતિભારે વરસાદની આગાહી છે. 



સરદાર સરોવર  ડેમની સ્થિતિ 

રાજ્યની જીવાદોરી સમાન નર્મદા નદીના સરદાર સરોવર ડેમમાં હાલ 26,0174 એમ.સી.એફ.ટી.જળસંગ્રહ થયો છે. સરદાર સરોવર ડેમ હાલ 77.88 ટકા ભરાયો છે. સરદાર સરોવર સિવાયના રાજ્યના અન્ય 206 જળાશયોમાં 4,15,537 એમ.સી.એફ.ટી. જળસંગ્રહ થયો છે.જે કુલ સંગ્રહ ક્ષમતાના 74.48 ટકા છે. રાજ્યમાં હાલ 64 ડેમને હાઇ ઍલર્ટ, 29 ડેમને ઍલર્ટ તથા 21 ડેમને વોર્નિંગ આપવામાં આવી છે.  

આ પણ વાંચો: ગુજરાતમાં 3 જિલ્લામાં રેડ અને 23 જિલ્લામાં ઓરેન્જ એલર્ટઃ હવામાન વિભાગની લેટેસ્ટ અપડેટ


રાજ્યમાં મોસમનો કુલ સરેરાશ વરસાદ 71 ટકાથી વધુ નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 75 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 73 ટકાથી વધુ, ઉત્તર ગુજરાત ઝોનમાં 72 ટકાથી વધુ, મધ્ય-પૂર્વ ગુજરાત ઝોનમાં 69.92 ટકા તેમજ સૌરાષ્ટ્ર ઝોનમાં સૌથી ઓછો 69.06 ટકા જેટલો વરસાદ નોંધાયો છે.  

Tags :