Get The App

ગુજરાતમાં 93 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વરસાદ

Updated: Jul 14th, 2025

GS TEAM

Google News
Google News
ગુજરાતમાં 93 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વરસાદ 1 - image


Gujarat Rainfall : રાજ્યમાં આગામી 4 દિવસ છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી ભારે વરસાદની આગાહી કરી છે, ત્યારે આજે સોમવારે (14 જુલાઈ) 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડા અને સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો.

અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ

રાજ્યમાં સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે, ત્યારે આજે સોમવારે (14 જુલાઈ) અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. જેમાં સેટેલાઇટ, જોધપુર, એલિસબ્રિજ, લાલ દરવાજા, પાલડી, જમાલપુર, વાડજ, વસ્ત્રાપુર, કાલુપુર, શાહપુર, નરોડા, ઈનકમ ટેક્ષ ચાર રસ્તા, શિલજ, બોપલ, આંબલી, ઈસકોન, પકવાન, ગોતા, બોડકદેવ, રિવરફ્રન્ટ, નારણપુર, મકરબા સહિતના વિસ્તારમાં હળવાથી ભારે વરસાદ ખાબક્યો છે.

આજે 93 તાલુકામાં વરસાદ 

રાજ્યમાં આજે (14 જુલાઈ) સવારે 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીમાં 93 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સુરતના ઉમરપાડામાં 2.24 ઇંચ, સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વલસાડના કપરાડામાં 2.20-2.20 ઇંચ, તાપીના વ્યારામાં 1.65 ઇંચ,  પંચમહાલના જાંબુઘોડામાં 1.61 ઇંચ, નર્મદાના સાગબારામાં 1.54 ઇંચ, ખેડાના નડિયાદમાં 1.50 ઇંચ, સુરતના બારડોલીમાં 1.42 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેમાં 13 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે.

જ્યારે નર્મદાના દેડીયાપાડા, સુરતના પલસાણા, છોટા ઉદેપુરના નસવાડી, બોડેલી, નવસારીના ચીખલી સહિતના 90 તાલુકામાં 1 ઇંચની અંદરમાં વરસાદ નોંધાયો છે. 

આ પણ વાંચો: ગુજરાતનાં 13 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હજુ 4 દિવસ થશે મેઘમહેર

જુઓ ક્યાં-કેટલો વરસાદ ખાબક્યો

ગુજરાતમાં 93 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વરસાદ 2 - imageગુજરાતમાં 93 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વરસાદ 3 - imageગુજરાતમાં 93 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વરસાદ 4 - imageગુજરાતમાં 93 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વરસાદ 5 - imageગુજરાતમાં 93 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વરસાદ 6 - imageગુજરાતમાં 93 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ ઉમરપાડા-ખેડબ્રહ્મામાં 2-2 ઇંચ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો વરસાદ 7 - image

Tags :