ગુજરાતના 132 તાલુકામાં મેઘમહેર, સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4.76 ઇંચ વરસાદ, જુઓ ક્યાં-કેટલો વરસ્યો
Gujarat Rainfall Updates : ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. આજે (28 જુલાઈ) સૌરાષ્ટ્ર, મધ્ય અને ઉત્તર ગુજરાત સહિતના કુલ 132 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ સુરતના ઉમરપાડામાં 4.76 ઇંચ વરસાદ ખાબક્યો છે. જુઓ ક્યાં-કેટલો વરસાદ નોંધાયો.
132 તાલુકામાં મેઘમહેર
રાજ્યમાં આજે (28 જુલાઈ) સવારે 6 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 132 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં છોટા ઉદેપુરમાં 3.19 ઇંચ, બોડેલીમાં 2.99 ઇંચ, પંચમહાલના જાંબુખોડામાં 2.32 ઇંચ, છોટા ઉદેપુરના જેતપુરપાવીમાં 2.24 ઇંચ, દાહોદના ગરબાડા, તાપીના સોનગઢમાં 2-2 ઇંચ, તાપીના ડોલવણમાં 1.89 ઇંચ, સુરતના પલસાણા અને તાપીના વ્યારામાં 1.65-1.65 ઇંચ, દાહોદના ધાનપુરમાં 1.61 ઇંચ વરસાદ ખાબક્યો છે.
આ પણ વાંચો: ગુજરાતમાં મેઘમહેર: સાબરમતીમાં પાણી છોડાયું, આવતીકાલે પણ 14 જિલ્લામાં વરસાદનું એલર્ટ
જ્યારે દાહોદના દેવગઢ બારિયા, ડાંગના સુબિર, વડોદરા, પંચમહાલના હાલોલ, નવસારીના ચીખલી, સુરતના મહુવા, આણંદ સહિતના 29 તાલુકામાં 1 ઇંચથી 5 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. તેમજ અન્ય 103 તાલુકામાં 1 ઇંચની નીચે વરસાદ થયો છે.
જુઓ ક્યાં-કેટલો ખાબક્યો વરસાદ